ચા કે કોફી: આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારું શું છે?
તમને ખબર હશે કે ચા પણ ઘણી પ્રકારની આવે છે અને તેના ઘણા ફાયદા હોય છે. પરંતુ અમુક પ્રકારની ચા ના શરીરને ઘણા ફાયદા પહોંચી શકે છે. જેમ કે ગ્રીન ટી શરીરના મેટાબોલિઝમને વધારે છે, જે પરોક્ષ રૂપે શરીરને વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. અમુક રિપોર્ટ અનુસાર આ કેન્સરના ખતરાને પણ ઓછુ કરે છે. આ સિવાય રોઝ ટી પણ મળે છે જે તાજા ગુલાબ અને તેની કડીઓ માંથી બનાવવામાં આવે છે. આ પણ શરીર માટે એક થેરાપી જેવું છે જેમાં વિવિધ મળી આવે છે.
ચા માં છ ટકા જેટલો કેફિન મળી આવે છે જેનો વધુ માત્રામાં જો ઉપયોગ કરીએ તો શરીર કમજોર પણ પડી શકે છે. એટલે કે વધુ ચા પીએ તો તેના નુકસાન પણ થાય છે. ચા પીવાથી લોહી ખરાબ થાય છે અને ચહેરા પર લાલ ડોટ્સ પણ નીકળી શકે છે. આથી કોઈપણ સંજોગોમાં વધુ પડતું ચાનું સેવન કરવું જોઇએ નહીં, કારણ કે વધુ પડતી ચા પીવાથી ઘણા રોગોને આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ. જેમ કે કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે, આ સિવાય અનિંદ્રા થઈ શકે છે તેમજ અમુક રિપોર્ટ અનુસાર કેન્સર થવાની પણ સંભાવના રહે છે. એટલું જ નહીં ન્યુરોલોજીકલ સમસ્યાઓ પણ સર્જાઇ શકે છે.
આથી જો દિવસમાં બે વખત ચા પીવામાં આવે તો તે ઠીક રહે છે, પરંતુ ગુજરાતીમાં કહેવત પણ છે કે અતિ ની ગતિ નથી.
એટલે કે કોઈ પણ વસ્તુનો અતિરેક કરો તો તે શરીર માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. એવી જ રીતના ચા પણ વધુ પ્રમાણમાં લેવી જોઈએ નહિ. નહીં તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સર્જાઇ શકે છે.