બે કલાકથી વધુ ટીવી જોવાનું બની શકે છે કેન્સર નું કારણ, જાણો શું કહે છે સંશોધન

આપણા દરેકના ઘરમાં ટીવી તો હશે પરંતુ એવું જવલ્લે જ જોવા મળે કે ટીવી હોવા છતાં આપણે કોઈ ટીવી જોતાં ન હોય, કારણકે ટીવી પર આવતા ન્યુઝ પ્રોગ્રામ, ફિલ્મો અને રોજિંદા શો આપણને તેની તરફ ખેંચીને રાખે છે એમ કહીએ તો પણ ચાલે. આપણામાંથી ઘણા લોકોને દરરોજના ઘણા સમય સુધી ટીવી જોવાની આદત હશે.

પરંતુ હમણાં જે સંશોધન થયું તેમાં ચોંકાવનારી વાત સામે આવી, હકીકતમાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને એક જનરલ હોસ્પિટલમાં કરવામાં આવેલા સંશોધનમાં જણાવવામાં આવ્યું કે જો કોઈ માણસ એક દિવસમાં બે કલાકથી પણ વધુ ટીવી જોવે છે તો તેને આંતરડાનું કેન્સર થવાની સંભાવના 70 ટકા વધી જાય છે.

આ સંશોધનમાં જણાવવામાં આવ્યું કે આખા દિવસમાં બે કલાકથી પણ વધુ ટીવી જોવામાં આવે તો મનુષ્યને આ પ્રકારનું કેન્સર થવાની સંભાવનાઓ 70 ટકા જેટલી થઈ જાય છે. આ શોધને JNCI કેન્સર સ્પેક્ટ્રમ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવી હતી. શોધ અનુસાર, જે લોકોની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે તેની અનિયમિત જીવનશૈલી કેન્સરનું કારણ બની શકે છે.

કેન્સર એ ગંભીર બીમારી છે તે આપણે બધા જાણીએ છીએ, અને હાલમાં પણ દુનિયાભરમાં કેન્સર થી પીડાતા લોકો પ્રત્યે આપણે સહાનુભૂતિ અનુભવીએ છીએ. શોધમાં જેની વાત કરવામાં આવી તે આંતરડાના કેન્સર થાય તેના લક્ષણો શું છે તે પણ જાણી લેવા જરૂરી છે.

આ કેન્સર માટે સામાન્ય રીતે આંતરડાનું કેન્સર અથવા બોવેલ કેન્સર જેવા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અને શરૂઆતના સ્ટેજમાં ખબર પડી જાય તો આનો ઇલાજ શક્ય છે, આવો જાણીએ તેના લક્ષણો વિશે.

પેટમાં દુખાવો થવો અથવા ગાંઠ થવી
મળ વાટે લોહી નું આવું
અચાનક વજન ઘટી જવું
કોઈપણ કારણ વગર થાક લાગવો


આ સિવાય પણ ઘણા લક્ષણો હોઈ શકે છે. આથી સાવધાન અને સતર્ક રહીને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ આપણા હિતમાં છે. અને શરીરમાં કંઈ પણ ફેરફાર જણાય કે અજુગતું લાગે તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team