|

રવિવારે કરો રોટલી-ગોળનો આ એક નાનો ઉપાય, ઘરમાં સમૃદ્ધિ આવશે

આ ધરતી ઉપર કોઈ પણ એવો માણસ નહીં હોય જેને કંઈ ઈચ્છા ન હોય. દરેક માણસની વાત કરીએ તો આપણે માત્ર સંપત્તિની જ વાત નથી કરતા કે વસ્તુ ની વાત નથી કરતા પણ દરેક દ્રષ્ટિએ કોઈને કોઈ ઈચ્છા દરેક માણસને થતી હોય છે. અને અમુક ઇચ્છાઓ સામાન્ય માણસને સામાન્યપણે જોવા મળે છે જેમ કે પોતાનું ઘર હોય, એક ગાડી હોય વગેરે. ઘણી વખત લોકો ને પોતાનું ઘર ન મળવાથી તેઓ નિરાશ થઇ જાય છે.

હકીકતમાં જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, ભૂમિ લાભ ગ્રહો ના શુભ ફળ પર નિર્ભર છે. જો કુંડળીમાં મંગળ, સૂર્ય નબળા હોય અથવા એની પર કોઈ ગ્રહ ની નજર હોય, તો ઘર બનવા દેતા નથી. ઘણી વખત આપણે વિચારતા હોઈએ છીએ કે ઘણા લોકો ને કેટલા ઘર છે અને આપણે એક પણ કેમ નથી. જણાવી દઈએ કે એવા લોકો ગ્રહબલી હોય છે. અને આમ પણ અત્યારના સમયમાં મકાનનું નિર્માણ કરવું તે ખરેખર કઠીન કામ છે. અને ખાસ કરીને જ્યારે આપણે ભાડે રહેતા હોય ત્યારે મકાન બનાવવું ખૂબ અઘરું પડી જાય છે.

અથવા ઘણી વખત આપણે નવું ઘર લેવાની પ્લાનિંગ કર્યા પરંતુ કંઈક ને કંઈક અડચણ આવી જતી હોય તો એનો મતલબ એવો પણ હોઈ શકે છે કે કોઈ ગ્રહ ના લીધે આવી દશા હોઈ શકે. આવામાં એક ઉપાય છે જેને કરવાથી મંગળ અને સૂર્ય મજબૂત બને છે જે બધી અડચણોને દૂર કરી શકે છે.

જો કુંડળીમાં ગુરુ નીચેનો હોય, મંગલ દુશ્મન ઘરમાં બેઠા હોય અને સૂર્ય પર રાહુ-કેતુની નજર હોય તો આવા સમયે કરવામાં આવે છે. આવામાં ગ્રહને શુભ કરવા માટે ઓછામાં ઓછા 21 રવિવાર સુધી આ ઉપાય કરવો જોઈએ. રવિવારે સવારે જાગીને સ્નાનાદિકાર્યથી પરવારીને સૌથી પહેલા ભગવાન સૂર્યને તાંબાના લોટામાં રાખેલું શુદ્ધ પાણી, સાથે થોડું ગંગાજળ, અક્ષત એટલે કે ચોખા, ગુલાબની પાંદડીઓ (લાલ), થોડું સિંદૂર, અને ખાંડ ભેળવીને અર્પણ કરી દો. ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે જળ અર્પણ કરી રહ્યા હોય ત્યારે તમારી નજર લોટામાંથી નીચે પડતી ધાર ઉપર હોવી જોઈએ, સૂર્ય ભગવાન સામે નહીં. અને એ પણ ખાસ ધ્યાન રાખવું કે આ પાણીના છાંટા પગમાં ઉડે નહી. જ્યારે જળ અર્પણ કરો ત્યારે ઓમ ઘૃણિ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરતા રહો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts