વાસ્તુ: આ છે એ 5 વાતો જેના કારણે થઈ શકે છે પૈસાનું નુકશાન
લગભગ આપણા દરેકના વડીલો વાસ્તુમાં માનતા હશે.જ્યારે પણ આપણે નવું ઘર લેવું હોય ત્યારે પહેલા તેનું વાસ્તુ તપાસીએ છીએ, તો ઘરમાં વાસ્તુદોષ જાણવા મળે તો આપણે ઘર લેતા પહેલા વિચાર કરીએ છીએ. કારણકે ઘરના વાસ્તુને માનવ ના શરીર સંપત્તિ અને તબિયત ગમે તેના પર પડી શકે છે. ઘણી વખત વાસ્તુદોષ હોય ત્યારે આપણે મકાન લેતા પહેલા તે દોષ ને ઠીક કરાવીને પછી જ મકાન લઈએ છીએ. પરંતુ ઘણી વખત નાનકડી ભૂલને કારણે પણ આપણા ઘરમાં વાસ્તુ દોષ થઈ જતા નકારાત્મક ઊર્જા આવવા લાગે છે.
આજે અમે થોડી વાસ્તુ ની tips જણાવવાના છીએ જેની મદદથી આપણા ઘરમાં લાવી શકાય છે.
ધ્યાન રાખો કે ઘરમાં ઓમકાર અને સ્વસ્તિક અવશ્ય રાખવું. આવું કરવાથી ઘરમાં ઘણો ફેર પડે છે, તમારો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે અને માણસ ઘણી માનસિક શાંતિ અનુભવે છે. આવી રીતે ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી અને માણસ પ્રગતિ કરી શકે છે.
વાસ્તુ પ્રમાણે રસોડામાં ક્યારેય દવા ન રાખવી જોઈએ, રસોડામાં હંમેશા ફ્રેશ અને હેલ્થી ખોરાક રાખવો. આટલું આપણે પણ સમજી શકીએ કે દવાઓ એ બીમારી નું પ્રતિક છે અને તાજા ફળ એ ખુશીઓ અને સારી તબિયત નું પ્રતિક છે. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. અને તમે તમારા વ્યવસાયિક જીવનમાં આગળ વધી શકો છો.