અને એક એવી વિકલાંગ છોકરી જેને ડોક્ટરે કહ્યું હતું કે તે ક્યારેય ચાલી નહિ શકે. તેને ના માત્ર ઓલમ્પિકમાં ભાગ લીધો પરંતુ, સ્પર્ધા જીતીને ઓલમ્પિકમાં વિશ્વની સૌથી ઝડપી દોડનાર બની ગઈ.
તે છોકરીનું નામ છે વિલ્મા રૂડોલ્ફ.
કહેવાય છે કે ક્યારે હાર ન માનવી જોઈએ, આજે મુશ્કેલીઓ છે આવતીકાલે આનાથી પણ વધારે મુશ્કેલીઓ હશે, પરંતુ પરમ દિવસે તો મુશ્કેલીઓ નો રસ્તો હશે અને આપણી જિંદગીમાં મુશ્કેલીઓ રૂપી અંધારામાં અજવાળુ લાવનાર સૂરજ ઉગશે.
કોઈપણ કામમાં સફળતા મેળવતા પહેલા તમારે દુનિયા પર નજર રાખવી પડે છે કે તે કઈ બાજુ જાય છે, જો તમે દુનિયા ના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કંઈ કરો છો તો તમને સફળતા જરૂર મળે છે.
દુનિયા ખૂબ ઝડપથી બદલી રહી છે, આથી તમારે પણ પોતાની અંદર કંઈક ને કંઈક નવો બદલાવ લાવવો પડશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે અને કામ પ્રત્યે એક નવો દ્રષ્ટિકોણ વિકસિત થાય છે.