ઉપરાષ્ટ્રપતિ એ ચંદ્રયાન-૨ વિશે કહી દીધી એવી વાત કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ…
ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ સાથે ચંદ્ર પર ઊતરતી વખતે ગ્રાઉન્ડ સ્ટેશન થી સંપર્ક તૂટવાને કારણે ઈસરોસહિત દેશના દરેક નાગરિકો નિરાશ થયા હશે, અને ત્યાર પછી દેશના દરેક નાગરિકને ઈસરો ઉપર ગર્વ પણ થયું હશે કારણકે જે મહેનત ISRO નાના વૈજ્ઞાનિકો એ ચંદ્રયાન ને ત્યાં સુધી લઈ જવામાં કરી હશે તેને લઈને દરેક લોકો ગર્વ અનુભવે છે.
પ્રધાનમંત્રી મોદીએ પણ વૈજ્ઞાનિકોને સાહસ આપતા કહ્યું હતું કે જીવનમાં ઉતાર-ચઢાવ તો આવ્યા રાખે છે, આપણે બસ સાહસ રાખવાની જરૂર છે. ઓલ ધ બેસ્ટ.
ચંદ્રયાન-2 ના લેન્ડર સાથે સંપર્ક તૂટ્યા પછી ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી હતી, તેમાં દેશના ઉપરાષ્ટ્રપતિએ પણ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. તેને ટ્વિટરમાં ટ્વીટ કરતા જણાવ્યું હતું કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. ઈસરો નો માત્ર લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો છે, 1.3 અરબ ભારતીયોની ઉમ્મીદ નહીં. ઓર્બિટર પોતાના પે-લોડ સાથે હજુ પણ કામ કરી રહ્યું છે.
There is nothing to despair. ISRO only lost communication with the Lander & not the hopes of 1.3 billion Indians. The Orbiter with its payloads is performing its mission. @isro #Chandrayaan2
— VicePresidentOfIndia (@VPSecretariat) September 7, 2019
તેઓએ આવી વાત કરતા, દરેક લોકોએ તેની પ્રતિક્રિયા માં આશા દાખવી હતી અને ઘણા વપરાશકર્તાઓએ લખ્યું હતું કે આશા રાખીએ છીએ કે ફરીથી સંપર્ક ચાલુ થઈ જાય.
ઉપરાષ્ટ્રપતિએ બીજી ટ્વિટ પણ કરી હતી જેમાં તેઓએ ઈસરોના વખાણ કરીને જણાવ્યું હતું કે દેશને તેની ઉપર ગર્વ છે તેમજ તેને શુભેચ્છાઓ પણ આપી હતી, જુઓ નીચેની ટ્વીટ.
I salute @isro scientists, engineers & everyone else associated with Chandrayaan-2 for their hard work & dedication in trying to conquer new frontiers in space exploration.