31 ડિસેમ્બર પછી આવા ફોન પર થઈ જશે વોટ્સએપ બંધ, જાણી લો
પાછલા થોડા વર્ષોમાં વોટ્સએપ એટલું બધું લોકપ્રિય થયું છે કે આજકાલ માણસો ઘણી વખત તેના વ્યસનમાં પણ પડી જતા હોય છે, અને સાથે સાથે વોટ્સએપ એટલું જ ફાયદાકારક પણ સાબિત થયું છે. કારણ કે આપણા દૂર રહેતા સગા વાહલા ઓ સાથે માત્ર આંગળીના ટેરવે વાતો થઇ શકે છે અને એ પણ મફત. આથી પાછલા કેટલાક વર્ષોમાં આ એપ લગભગ દરેક લોકોના ફોનમાં ઇન્સ્ટોલ હોય જ છે, અને સ્માર્ટ ફોન વાપરી રહેલો લગભગ દરેક માણસ આનો ઉપયોગ કરી રહ્યો છે.
પરંતુ તમને જાણીને આશ્ચર્ય પણ થઈ શકે અને ખુશી પણ થઈ શકે, પરંતુ વોટ્સએપ 31 ડીસેમ્બર 2018 થી થોડા જુના ઓપરેટિંગ સિસ્ટમ પર પોતાનો support આપવાનું બંધ કરી રહ્યું છે, એટલે કે આ ફોનમાં હવે વોટ્સએપ ચાલી શકશે નહીં અને એક જાન્યુઆરીથી વોટ્સએપ આવા ફોનમાં બંધ થઈ જશે.
તમને આ સમાચાર સાંભળીને લાગી રહ્યું હશે કે વોટ્સએપ શું કામ આ ફોન પર પોતાનો સપોર્ટ બંધ કરી રહ્યું છે. જણાવી દઈએ કે વોટ્સએપ એ નોકિયા ના જુના ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જેને S40 તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા હતા તેના પર પોતાનો સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આના પાછળ કારણ એ છે કે વોટ્સએપ દિવસેને દિવસે પોતાની એપ્લિકેશન માં સુધારો લાવી રહ્યું છે, પરંતુ આ ઓપરેટિંગ સિસ્ટમ માટે તે હવે ફીચર ડેવલોપ કરી શકે તેમ નથી. આથી આ ઓપરેટિંગ સિસ્ટમ વાળા ફોનમાં વોટ્સએપ ના થોડા ફીચર બંધ થઈ શકે છે, અને એ પણ ગમે ત્યારે.