Site icon Just Gujju Things Trending

મહાશિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે? જાણો કારણ

આ મહિનાના સોમવારે, એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રી ઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

આને મહાશિવરાત્રી એટલે કહેવામાં આવે છે કે માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં કૃષ્ણ ચતુર્દશીના દિવસે આવનારી શિવરાત્રી ને સૌથી મોટી શિવરાત્રી મનાય છે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી દરમિયાન શિવરાત્રી હોય છે, પરંતુ મોટાભાગે મહાશિવરાત્રીના દિવસે શિવભક્તોની ભીડ વધુ જોવા મળે છે. ઘણા લોકો વ્રત પણ રાખે છે. અને આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા પણ કરવામાં આવે છે.

ચાલો જાણીએ શું કામ મનાવવામાં આવે છે મહાશિવરાત્રી અને આ મહિનાની શિવરાત્રી ને શું કામ ખાસ માનવામાં આવે છે?

હિંદુ ધર્મના પુરાણોમાં મહાશિવરાત્રી સાથે જોડાયેલી એક નહિ પરંતુ ઘણી બધી કથાઓ છે. પૌરાણિક કથાઓ અનુસાર કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ શિવલિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આજ દિવસે પહેલી વખત શિવલિંગની પૂજા કરવામાં આવી હતી. આ પૂજા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી એ કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવે છે. અને બ્રહ્માજીએ જ મહાશિવરાત્રીના દિવસે શિવજી ના રુદ્ર સ્વરૂપ ને પ્રગટ કર્યું હતું એવું પણ માનવામાં આવે છે.

જણાવી દઈએ કે અમુક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે શંકર ભગવાન પાતાળ માંથી પ્રગટ થાય છે, એટલા માટે પણ મહાશિવરાત્રી ને મનાવવામાં આવે છે.

એવી જ એક કથા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. અને એટલા જ માટે નેપાલમાં આજે પણ મહાશિવરાત્રીના ત્રણ દિવસ પહેલાં જ મંદિરોને સજાવવામાં આવે છે. અને માં પાર્વતી અને શિવજી ને દુલ્હા-દુલ્હન બનાવીને ઘરે ઘરે ફેરવાય છે. તેમજ મહાશિવરાત્રીના દિવસે તેના લગ્ન કરાવાય છે. અને એવું પણ માનવામાં આવે છે કે કુંવારી કન્યાઓ દ્વારા મહાશિવરાત્રીનું વ્રત રાખવાથી લગ્નનો સંયોગ જલ્દી બને છે.

એક પ્રચલિત કથા એવી પણ છે જેના અનુસાર ભગવાન શિવ દ્વારા ઝેર પીને આખી દુનિયાને બચાવવાની ઘટના ના ઉપલક્ષ તરીકે મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. હકીકતમાં સાગર મંથન દરમ્યાન જ્યારે અમૃત માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે અમૃત પહેલા સાગરમાંથી ઝેર નીકળ્યું હતું જે ઝેર નું નામ કાલકૂટ હતું. આ ઝેર એટલું ખતરનાક હતું કે આનાથી આખા બ્રહ્માંડનો નષ્ટ કરી શકાય પ્રેમ હતો. પણ આને માત્ર ભગવાન શિવ જ નષ્ટ કરી શકે તેમ હતા. ત્યારે ભગવાન શિવે કાલકૂટ નામનું ઝેર પોતાના કંઠમાં રાખી લીધું હતું. અને આના કારણે તેનું ગળું એટલે કે કંઠ નીલા કલરનું થઈ ગયું હતું. અને આ પછી જ તેઓનું નામ નીલકંઠ પાડવામાં આવ્યું હતું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version