Site icon Just Gujju Things Trending

દરેક કાર્યમાં મળશે સફળતા જો રાશિ પ્રમાણે પસંદ કરવામાં આવે યોગ્ય દિશા

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એવું ઇચ્છતો હોય છે કે તેને દરેક કાર્ય કરે તેમાં સફળતા મળે સાથે સાથે તેને મહેનત કરે તે પ્રમાણે તેનું ફળ પણ મળે. પરંતુ ઘણી વખત માણસને મહેનત કરે તેટલું ફળ મળતું હોતું નથી. આના ઘણાં કારણો હોઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિ નો લકી અંક, લકી દિવસ અથવા લકી નંબર હોય છે જે ના હિસાબે જ તે દરેક શુભ કાર્ય કરતા હોય છે. પરંતુ એવી જ રીતના આપણે કાર્ય સ્થળ ઉપર આપણી લકી દિશા પણ હોય છે જેની મદદથી કાર્ય સ્થળ ઉપર કરી શકાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે જેટલી અસર વ્યક્તિ ઉપર રાશિઓની થાય છે એટલી જ અસર દિશાઓની પણ થાય છે. જો રાશિ પ્રમાણે વ્યક્તિ તેની શુભ દિશા જાણી ને કાર્ય કરતા સમયે તે બાજુ મોઢું રાખીને કરે તો તેને સફળતા પ્રાપ્ત થાય છે.

આપણે બધા જાણીએ છીએ કે ચાર મુખ્ય દિશાઓ છે, કર્ક, સિંહ, વૃષભ અને કન્યા રાશિના જાતકો માટે ઉત્તર દિશામાં મોઢું કરીને કાર્ય કરવામાં આવે તો તે લાભદાયી નીવડી શકે છે. ઉત્તર દિશા આવા જાતકો માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થાય છે.

એવી જ રીતે મકર રાશિ તેમજ કુંભ અને કન્યા રાશિના લોકો માટે દક્ષિણ દિશામાં મોઢું રાખીને કાર્ય કરવું જોઈએ. આવુ કરવાથી કાર્યમાં રુકાવટ આવતી નથી તેમજ દક્ષિણ દિશા આવા જાતકો માટે ખૂબ શુભ સાબિત થઈ શકે છે.

પૂર્વ દિશા પણ મેષ મીન રાશિ તેમજ મિથુન રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. આ રાશિના જાતકો પોતાની દુકાન, ઓફિસ વગેરેમાં આ દિશા તરફ મોઢુ રાખીને બેસે તો તેને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

એવી જ રીતે પશ્ચિમ દિશા તુલા અને વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. આવા જાતકો માટે આ દિશામાં કાર્ય કરવું શુભ માનવામાં આવે છે આ સિવાય જો કોઈપણ કારણોસર મહેનત જેટલું પરિણામ પ્રાપ્ત ન કરી શકતા હોય તો આ દિશામાં મોઢુ રાખીને કાર્ય કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version