દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એવું ઇચ્છતો હોય છે કે તેને દરેક કાર્ય કરે તેમાં સફળતા મળે સાથે સાથે તેને મહેનત કરે તે પ્રમાણે તેનું ફળ પણ મળે. પરંતુ ઘણી વખત માણસને મહેનત કરે તેટલું ફળ મળતું હોતું નથી. આના ઘણાં કારણો હોઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિ નો લકી અંક, લકી દિવસ અથવા લકી નંબર હોય છે જે ના હિસાબે જ તે દરેક શુભ કાર્ય કરતા હોય છે. પરંતુ એવી જ રીતના આપણે કાર્ય સ્થળ ઉપર આપણી લકી દિશા પણ હોય છે જેની મદદથી કાર્ય સ્થળ ઉપર કરી શકાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે જેટલી અસર વ્યક્તિ ઉપર રાશિઓની થાય છે એટલી જ અસર દિશાઓની પણ થાય છે. જો રાશિ પ્રમાણે વ્યક્તિ તેની શુભ દિશા જાણી ને કાર્ય કરતા સમયે તે બાજુ મોઢું રાખીને કરે તો તેને સફળતા પ્રાપ્ત થાય છે.
આપણે બધા જાણીએ છીએ કે ચાર મુખ્ય દિશાઓ છે, કર્ક, સિંહ, વૃષભ અને કન્યા રાશિના જાતકો માટે ઉત્તર દિશામાં મોઢું કરીને કાર્ય કરવામાં આવે તો તે લાભદાયી નીવડી શકે છે. ઉત્તર દિશા આવા જાતકો માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થાય છે.