રાશિફળ 5 માર્ચ: આજે શનિવારે આ રાશિઓ પર બજરંગબલીની કૃપા વરસશે, થશે આર્થિક લાભ

મેષ - તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. માનસિક સ્ટ્રેસ ના થાય તેનું ધ્યાન રાખવું. વેપાર-ધંધામાં સુધારો જણાય. વેપારમાં સુધારો થશે. પ્રશાસન તરફથી મદદ મળશે. પરિવર્તનનો યોગ પણ બની રહ્યો છે. આશા અને નિરાશાની ભાવનાઓ મનમાં રહી શકે છે. ખર્ચા પર કાબૂ રાખવો અને આવકમાં મુશ્કેલી પણ આવી શકે છે.

વૃષભ- શૈક્ષણિક કાર્યમાં માન-સન્માન મળી શકે છે. વાહન સુખ પ્રાપ્ત થઇ શકે છે અથવા તેમાં વૃદ્ધિ પણ થઈ શકે છે. ગુસ્સા પર કાબૂ રાખો. ભરપૂર આત્મવિશ્વાસ રહેશે. સ્વભાવમાં ચીડિયાપણું પણ રહેશે. કોઇ મિત્ર સાથે મુલાકાત થઈ શકે.

મિથુન- આ દિવસે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવા જય શકો. જે સફળતાપૂર્વક પૂર્ણ થવામાં એક વર્ષ લાગી શકે છે. આર્થિક લાભ થવાની અપેક્ષા છે. સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોની અવગણના ન કરવી. રિયલ એસ્ટેટમા રોકાણ કરવું શુભ રહેશે. મનમાં અસંતોષ થઇ શકે છે.

કર્ક- મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારું ભાગ્ય તમારા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જીવનના ક્ષેત્રોમાં પ્રગતિની દિશામાં આગળ વધશો. વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય. ભૂતકાળમાં મળેલ આ અવસરો ની શોધમાં હોય તો તે પણ મળી શકે.

સિંહ - પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવી. આવકમાં ઘટાડો અને વધુ ખર્ચની સ્થિતિ બની શકે છે. મિત્રોનો સહયોગ મળી શકે છે. અંગત સંબંધ સારા રહેશે તેમજ લાઈફ પાર્ટનર નો પુરો સાથ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મન પરેશાન રહી શકે છે.

કન્યા - મન પ્રસન્ન રહેશે. આજે ભાગ્ય તમારો સાથ આપશે. આવકમાં પણ વધારો થશે. કોઈ પૈતૃક સંપત્તિમાંથી લાભ થવાની સંભાવના છે. બાળકને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. સહકર્મીઓ ના સહયોગથી તમને કામ પૂરા કરવામાં સફળતા તેમજ સહયોગ મળશે.

તુલા - ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરો. સાંજે મનોરંજનમાં સમય પસાર થશે. મકાન સુખ વધી શકે છે. નોકરીમાં કેટલીક વધારાની જવાબદારી આવી શકે છે. કામ વધુ થશે. ભાઈ-બહેનોના સહયોગથી વેપારનો વિસ્તાર થઈ શકે છે. તમને શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યમાં સફળતા મળશે. સ્વાસ્થ્યની કાળજી રાખવી.

વૃશ્ચિક - તમને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રસ રહેશે. વેપારનો વિસ્તાર થઈ શકે છે પરંતુ મહેનત વધુ રહેશે. તમને કોઈ મિત્રની મદદ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં અને પરિવાર સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલાક જૂના મિત્રો સાથે ફરી સંપર્ક થઈ શકે છે. ક્રોધ ના આવે તેનું ધ્યાન રાખવું.

ધનુ - માનસિક શાંતિ માટે પ્રયત્નશીલ રહેશો. ખાસ કરીને આર્થિક બાબત પર ધ્યાન દેવાની જરૂર છે. જૂના મિત્રો મળી શકે નોકરી-વેપાર-ધંધામાં પ્રગતિ નો માર્ગ ખુલી શકે. પરિવાર સાથે યાત્રાના યોગ છે વધુ ખર્ચ થઈ શકે. સમાજમાં તમારો આજે સન્માન વધશે.

મકર - કાર્યસ્થળે મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ સહકર્મીઓ નો સહયોગ મળી રહેશે. પરિવાર પણ તમારી સાથે રહેશે આત્મવિશ્વાસ રાખવો પરંતુ અતિશય ઉત્સાહી ન રહેવું. વાર્તાલાપમાં ધીરજ દાખવવી. સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓ ન થાય તેનું ધ્યાન રાખવું.

કુંભ -વાણી વર્તનમાં મધુરતા દાખવવી. આજનો દિવસ ઘણા પરિવર્તન લઈને આવશે. નોકરી કરી રહેલા લોકોમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે. ખર્ચ વધી શકે વૈવાહિક સુખમાં વધારો થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે.

મીન-તમારું મન આજે પ્રસન્ન રહેશે, સારી ભેટ મળી શકે. ખર્ચ વધુ થશે માતા-પિતાનો સહયોગ મળી રહેશે. કાર્યક્ષેત્ર માં મુશ્કેલીઓ વધી શકે છે તમારા ભાઈઓ નો પણ. સહયોગ રહેશે જીવનમાં આર્થિક વ્યય ન થાય તેની કાળજી રાખવી.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team