ખૂબ જ જલ્દી ચમકવાનું છે આ 4 રાશિના લોકો નું ભાગ્ય, સૂર્યના રાશિ પરિવર્તનથી થશે ધનવર્ષા

કોઈપણ ગ્રહની રાશિમાં ફેરફાર અથવા ગ્રહોની સ્થિતિમાં થોડો પણ ફેરફાર વ્યક્તિની કુંડળીને અસર કરે છે. ગ્રહ પરિવર્તનની અસર વ્યક્તિના જીવન પર શુભ અને અશુભ એમ બંને પરિણામ લાવી શકે છે. ગ્રહોના આ પરિવર્તનમાં ખાસ કરીને સૂર્ય નું ગોચર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

15 માર્ચ ના રોજ સૂર્ય પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર અનેક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થવાનું છે. મીન રાશિ સૂર્યની અનુકૂળ રાશિ હોવાથી 4 રાશિઓ માટે શુભ રહેશે. આ રાશિના જાતકોને પ્રતિષ્ઠા સફળતા આત્મવિશ્વાસનો કારક એવા સૂર્ય ગ્રહના સંક્રમણથી જબરદસ્ત લાભ મળશે.

મિથુન રાશિના કારકિર્દીના ભાવમાં સૂર્યદેવ ગોચર કરી રહ્યા છે. એટલે આ રાશિના જાતકોને નવી નોકરીની ઓફર મળી શકે. અથવા નોકરી કરી રહ્યા હોય તો એ વર્તમાન નોકરીમાં પ્રમોશન પણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા કાર્યની પ્રશંસા થશે. વેપારીઓને આર્થિક લાભ થશે. રાજકારણમાં સક્રિય રહેનારા લોકોને મોટું પદ મળી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ લાભદાયી રહેવાનું છે. સૂર્યદેવ આ રાશિના ભાગ્ય ભાવમાં ગોચર કરશે. એટલે આ રાશિના જાતકો ના ભાગ્યમાં વૃદ્ધિ થશે દરેક કાર્યમાં તેઓને સફળતા મળશે. ધંધો હોય કે નોકરી દરેકને જબરદસ્ત ફાયદો થઈ શકે છે. આ ગોચર દરમિયાન નોકરીમાં પ્રમોશનની પણ સંભાવના છે. એકંદરે આ સમય લોટરી લાગવા જેવો પણ સાબિત થઈ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 6 દિવસ પછી સૂર્યદેવ વૃષભ રાશિના આવક ભાવમાં ગોચર કરી રહ્યા છો અને આમ જોવા જઈએ તો આ સ્થિતિ વૃષભ રાશિના જાતકોની આવકને વધારે છે એટલું જ નહીં આ ગોચરથી નવા આવકના સ્ત્રોત પણ ખુલી શકે છે. જેના કારણે વેપારીઓને મોટો ફાયદો થવાની સંભાવના છે. રોકાણ માટે આ સમય સાનુકૂળ છે. ખાસ કરીને આ સમયે પ્રોપર્ટીમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે.

સૂર્યદેવનું ગોચર ધનુ રાશિના ભાગ્ય તેમજ ધર્મ ભાવમાં થશે અને જેના કારણે આ લોકોના જીવનમાં સુખ સંપત્તિ નું આગમન થશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. ધન-સંપત્તિમાં પણ વધારો થશે. આ સમય દરમ્યાન નવું ઘર અથવા નવી ગાડી પણ ખરીદી શકાય છે. વેપાર ધંધા સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. જમીન-મકાન સંબંધિત કામ કરનારાઓ માટે આ સમય શુભ છે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team