5th ODI: જો રોહિત શર્મા કરે આ કારનામું, તો તૂટી જશે સચિન અને ધોની નો આ ખાસ રેકોર્ડ; જાણો
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પાંચમો એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દિલ્હીમાં રમવામાં આવશે. વર્લ્ડકપ પહેલાની વાત કરીએ તો આ ટીમ ઇન્ડિયા માટે છેલ્લો મુકાબલો હશે, આ પછી ભારતીય ખેલાડીઓ સીધા આઈપીએલમાં રમશે અને આઈપીએલ પૂરા થયા પછી વર્લ્ડ કપ રમવા માટે ઇંગ્લેન્ડ જશે.
સિરીઝનો કાલે આખરી મેચ છે, જે શું કામ મહત્વનો છે ચાલો જાણીએ. આ સિરીઝ અત્યારે 2-2 ની બરાબરી ઉપર છે. એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને 2-2 મેચ જીતી ચૂક્યા છે, એટલે આ છેલ્લો મેચ જે કોઈ જીતશે સિરીઝ આખી તેના નામ થઈ જશે. સ્વાભાવિક વાત છે કે આપણે બધા ભારતની ટીમ જીતે તેવું ઈચ્છીએ છે, સાથેસાથે ભારતની ટીમના ખેલાડી રોહિત શર્મા પાસે તક મળી છે તેમ પણ કહી શકાય.
તક એટલા માટે કહીએ છીએ કે આજે જો તે આ કારનામું કરી બતાવે તો ક્રિકેટના ભગવાન મનાતા સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોની નો રેકોર્ડ તૂટી શકે છે.
જો કાલે ના છેલ્લા મેચમાં રોહિત શર્મા 50 રન પૂરા કરી નાખે તો તે કપ્તાન વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટરો સાથે ઉભા રહી જશે. એટલા માટે કે રોહિત શર્માને પોતાની કારકિર્દીના 8000 રન પુરા કરવામાં માત્ર 46 રનની જરૂર છે. જેના પછી તે આ બધા ખેલાડીઓની સાથે પોતાનું નામ જોડી દેશે.
જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીએ ૮૦૦૦ રન 200 મી વનડે ઈનીગ રમતા હતા ત્યારે બનાવ્યા હતા. અને રોહિત શર્મા 199 ઈનિંગ રમી ચૂક્યા છે, એવામાં જો તે આ મેચમાં આઠ હજાર રન પુરા કર્યા તો સૌરવ ગાંગુલીની સાથે રેકોર્ડની બરાબરી કરી નાખશે.