જ્યારે પતિએ પત્નીને પોતાના મા-બાપને લેવા કહ્યું, પણ વહુ સ્ટેશને પહોંચી જ નહીં… પછી જે થયું તે જાણી…

અર્જુન થોડા દિવસ પહેલાં જ પોતાના ગામથી દિલ્હી આવવા નીકળ્યો હતો. પેટિયું રળવા માટે, કંઈક કામધંધો શોધવા માટે આ શહેર તરફ તેનો પ્રવાસ હતો. ઉતાવળે ઉતાવળે સ્ટેશન પહોંચી તે ગાડીની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં ગાડી આવી પણ ભીડ એટલી હતી કે બેસવા માટે જગ્યા જ ન મળી. જનરલ ડબ્બામાં મુસાફરી કરનારાં સૌ જાણે છે કે આવી ભીડ સામાન્ય છે. અર્જુન થોડીવાર ગેલેરીમાં ઊભો રહ્યો અને મનોમન આગલા સ્ટેશનની રાહ જોવા લાગ્યો, કદાચ કોઈ ઊતરે અને બેસવા માટે જગ્યા મળી જાય.

બીજા સ્ટેશન પર ગાડી ઊભી રહી અને ખરેખર એક બેઠક ખાલી થઈ. અર્જુન ફટાફટ ત્યાં ગોઠવાઈ ગયો. આરામથી બેઠા પછી તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને તેમાં વ્યસ્ત થઈ ગયો.

ત્યાં જ તેની બાજુમાં બેઠેલા એક વૃદ્ધે તેને પૂછ્યું, “બેટા, શું તું મારા દીકરાને ફોન કરી આપીશ?”

અર્જુને તરત જવાબ આપ્યો, “હા, ચોક્કસ દાદાજી. નંબર આપો.”

અર્જુને નંબર લગાવ્યો. બે-ત્રણ વાર રીંગ વાગી પણ કોઈએ ફોન ન ઉપાડ્યો. વૃદ્ધે નિરાશ થઈને કહ્યું, “ચાલ બેટા, કોઈ વાંધો નહીં. પછી જોઈશું.”

વૃદ્ધની સાથે તેમની પત્ની પણ હતાં. થોડીવાર તેમની વાતો અને થોડીવાર પોતાની વાતો કરતાં અર્જુનને જાણ થઈ કે તેમનો દીકરો એન્જિનિયર છે અને નોઈડામાં રહે છે. છેલ્લા ત્રણ વર્ષથી તે ઘરે આવ્યો ન હતો અને આ વૃદ્ધ દંપતી ખાસ તેને મળવા જ દિલ્હી જઈ રહ્યું હતું. તેમના ચહેરા પર દીકરાને મળવાની ઉત્સુકતા અને વષોર્થી ન જોયાની ઝંખના સ્પષ્ટ દેખાતી હતી. વૃદ્ધનું નામ રમણભાઈ અને તેમની પત્નીનું નામ કમળાબેન હતું. તેમના દીકરાનું નામ માનવ હતું.

થોડીવાર પછી અર્જુનના ફોન પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેથી પૂછવામાં આવ્યું, “કોણ?”

અર્જુને કહ્યું, “શું આપ માનવ બોલી રહ્યા છો?”

સામેથી જવાબ મળ્યો, “હા.”

અર્જુને પરિસ્થિતિ સમજાવી, “તમારા પિતાજીએ ફોન કરાવ્યો હતો. વાત કરી લો.”

થોડીવાર સુધી પિતા-પુત્ર વચ્ચે વાતચીત ચાલી. રમણભાઈએ દીકરા માનવને કહ્યું, “બેટા, અમે તને મળવા આવી રહ્યા છીએ.”

માનવે સામેથી સહેજ અચકાઈને કહ્યું, “તમે કેમ આવો છો? હું થોડા દિવસોમાં જ આવીશ.”

રમણભાઈનું હૈયું ભરાઈ આવ્યું. ત્રણ વર્ષથી દીકરાનો ચહેરો જોયો ન હતો. તેમણે કહ્યું, “બેટા, ત્રણ વર્ષ થઈ ગયા તને જોયો નથી. અમે રસ્તામાં જ છીએ. દિલ્હી પહોંચીને ફોન કરીશું. મને સ્ટેશન પર લેવા આવી જજે.”

માનવે હા પાડી, “ભલે પિતાજી, હું આવી જઈશ.”

રમણભાઈએ અર્જુનને વધુમાં જણાવ્યું કે માનવના લગ્ન થઈ ગયા છે અને તે હવે ત્યાં જ રહે છે. તેમના અવાજમાં દીકરાના સંસારની ખુશી અને પોતાનાથી દૂર રહેવાની વેદનાનો સૂર ભળ્યો હતો.

આખરે ટ્રેન જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચી. સ્ટેશન પર ઊતરીને અર્જુને ફરીથી માનવને ફોન કર્યો અને જાણ કરી કે તેના માતા-પિતા સ્ટેશન પર ઊતરી ગયા છે અને તે ક્યાં છે.

સામેથી માનવનો સહેજ રૂક્ષ અવાજ આવ્યો, “હું એક મીટિંગમાં છું. મારી મેડમ (પત્ની કવિતા) તેમને લેવા આવી રહી છે.”

અર્જુનને સહેજ આશ્ચર્ય થયું, પણ તેણે વૃદ્ધ દંપતીને આ વાત કહી દીધી અને પોતે પોતાના કામ માટે ત્યાંથી નીકળી ગયો. રમણભાઈ અને કમળાબેન દીકરાની વહુ કવિતા આવવાની છે એ જાણી રાહ જોઈને બેઠા. તેમના ચહેરા પરનો થાક અને રાહ જોવાની આતુરતા સ્પષ્ટ દેખાતી હતી.