ઘડપણનો સાચો સહારો કોણ? દીકરો કે વહુ, અચૂક વાંચજો

આપણે મોટાભાગે એવું સાંભળતા આવ્યા છીએ કે ઘડપણનો સહારો દીકરો હોય છે. અને એટલા માટે જ લોકો પોતાના જીવનમાં એક દીકરો હોય તેવી આશા રાખતા હોય છે જેના કારણે ઘડપણ મા સહારો રહે.

દીકરો ઘરમાં વહુ લાવે છે, એ વાત એકદમ સાચી છે. પરંતુ વહુ આવ્યા પછી દીકરો પોતાની લગભગ બધી જવાબદારી તેની પત્ની ને સોંપી દે છે. એટલે કે ઘરની બધી જવાબદારી તેની પત્ની ને સોંપી દે છે.

અને પછી પત્ની આ જવાબદારી નિભાવતા નિભાવતા પોતાના ઘરડા સાસુ સસરાનો ઘડપણનો સહારો બની જતી હોય છે. ખાસ કરીને સમાજના દરેક ઘરમાં મોટાભાગે આવું જ જોવા મળતું હોય છે. અમુક ઘર અપવાદ પણ હોય છે. પરંતુ મોટાભાગે આ બધે જ જોવા મળે છે.

એક વહુ ને પોતાના સાસુ-સસરાની આખી દિનચર્યા ખબર હોય છે. જેમકે સસરા કેવી ચા પીવે છે સાસુ ને ક્યારે ચા પીવાની આદત છે, સાસુ ને કેવી ચા ભાવે છે, સસરાને ખાવામાં શું પ્રતિબંધિત છે, આખા ઘરમાં દરેક લોકોને શું ભાવે છે શું નથી ભાવતું, સવારે શું નાસ્તામાં બનાવવું છે, બપોરે શું જમવાનું છે. અને રાત્રે દરેક લોકો સાથે એક સમય મર્યાદા પહેલા જમવાનું તૈયાર કરી લેવાનું છે આ બધી વસ્તુઓ ધ્યાન એક વહુ રાખતી હોય છે.

જો સાસુ અને સસરા બીમાર પડી જાય તો તે તેની દેખભાળ કરે છે. ભલે એ પછી પૂરા મનથી કરે કે નહીં પરંતુ તેની દેખભાળ તે જ કરતી હોય છે. જો એક દિવસ માટે પણ વહુ ક્યાંય બહાર કઈ હોય તો તેની સૌથી વધારે અસર સાસુ-સસરા ઉપર પડે છે કારણકે તેઓને તો એવું જ લાગે છે કે જાણે તેની લાકડી કોઈએ છીનવી લીધી હોય.

ચા નાસ્તાથી માંડીને સમયસર દવા લેતી વખતે કે જમતી વખતે વહુને અચૂક યાદ કરે છે. કારણકે વહુ એક દિવસ પણ ન હોય તો જાણે તેઓ નો સમય અસ્તવ્યસ્ત થઈ જાય છે, એ વાતમાં કોઇ શંકા નથી કે દીકરો પણ તેના માતા-પિતા નું ખુબ જ ધ્યાન રાખે છે. પરંતુ ઘરની જવાબદારી વહુ ને માથે હોવાથી અમુક નાની નાની વસ્તુઓ દીકરાને પણ ખબર હોતી નથી જેમકે પોતાના માતા-પિતા ક્યારે ચા પીવે છે અથવા તો કેવો ચા પીવે છે વગેરે.

અને પાછું દીકરાને પણ કામ ધંધામાંથી સમય મળે ત્યારે જ તે માતા-પિતાને સમય આપી શકે છે, આપણા સમાજમાં એવી વહુઓ પણ જોવા મળે છે જે પોતાના સાસુ-સસરાની કોઈપણ પ્રકારની બિમારી માં સાચા ભાવથી સેવા કરે છે. અને એની સામે એવી પણ વહુ ઓ જોવા મળે છે જે કોઈપણ પ્રકારે તેના સાસુ સસરાની સેવા કરવાનું ટાળતી હોય છે.

ઘણી વખત સાસુ-સસરાને શું જોઈએ છે, અથવા તો તેઓનું મૂડ સારો છે કે ખરાબ તે દીકરા થી વિશેષ વહુ પણ જાણતી હોય છે. કારણ કે લાંબા સમય સુધી સાથે રહ્યા પછી પોતાના સાસુ-સસરાને શું જોઈએ છે એટલું તો લગભગ દરેક વહુને અંદાજો આવી જાય છે.

અને સાસુ-સસરા ઘણી વખત પોતાના જ દિકરા ને જે વાત કરતાં ખચકાય છે, તે વાત તેની વહુ જ પોતાના પતિને કહે છે. ઘણી વખત વધારે પડતા બીમાર રહેવાને કારણે સાસુ-સસરા પાછળ વધારે સમય પણ આપવો પડતો હોય તો પણ બાળકોની સાર-સંભાળ ની સાથે તે પોતાના સાસુ-સસરા ની પણ સંભાળ લેવાનું ચુકતી નથી.

આપણી આજુબાજુમાં ઘણી એવી વહુ હશે કે જે પોતાના સાસુ-સસરાની સેવા કરતી હશે, અથવા કરી હશે. આપણે પણ આપણે જ માતા આપણા દાદા-દાદી વગેરેની સેવા કરતા જોયા હશે. અને એવા જ ઘણા બધા દાખલાઓ તમને મળી જશે.

એ વાતમાં કોઇ શંકાને સ્થાન નથી કે સાસુ અથવા સસરા નિવૃત્ત થયા પછી તેમજ પોતાની સંપત્તિ તેના પુત્રને સોંપ્યા પછી કોઈપણ જરૂર હોય તો તે તેના દીકરાને વાત કરે છે, અને દીકરાઓ પણ તેના માતા પિતાની જરૂરિયાત પૂરી પાડવા માં કોઈ કસર છોડતા નથી.

આ લેખ ને અંતે એક સવાલ પૂછવા માંગીએ છીએ કે આખરે ઘડપણ નો સાચો સહારો કોણ? દીકરો કે વહુ.

તમારો જે પણ જવાબ હોય તે કોમેન્ટમાં જણાવજો.

અને જો આ લેખ તમને સારો લાગ્યો હોય તો દરેક લોકો સુધી શેર કરજો.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team