જો કોઇને સાચો પ્રેમ કરતા હોય તો આ સ્ટોરી એક વાર જરૂર વાંચજો

એક વખત એક છોકરી પોતાની જ કોલેજની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો, એક જ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હોવાથી શરૂઆતમાં બંને ની વચ્ચે દોસ્તી થઈ ગઈ પરંતુ છોકરો શરમાળ હોવાથી પ્રેમનો ઇજહાર ન કરી શક્યો.

કારણ કે છોકરો ડરતો હતો કે જો એ પ્રપોઝ કરે અને છોકરી ના પાડી દે તો દોસ્તી પણ તૂટી જશે, અને એ છોકરી ક્યારેય ની સાથે વાત પણ નહીં કરે. આજ વાત અને કારણ ને કારણે તે ક્યારેય તેને પ્રપોઝ કરતો ન હતો. અને તેના મનમાં આ ડર બેસી ગયો હતો.

એ બંને વચ્ચે મિત્રતા વધુ ગાઢ થતી જતી હતી. અને મિત્રતા ની સાથે છોકરા નો પ્રેમ પણ વધતો જતો હતો.

કહેવાય છે કે સમયને વીતતા ક્યાં વાર લાગે છે, ધીમે ધીમે સમય ચાલતો ગયો અને કોલેજ પણ પૂરી થઈ ગઈ. પરંતુ આ બાજુ છોકરો છોકરીને પોતાના પ્રેમ વિશે જણાવી શક્યો નહીં અને તેની અંદર રહેલો ભય તેને છોકરીને પ્રપોઝ કરવા માટે અટકાવતો હતો.

કોલેજ પૂરી થઇ ગઇ હોવા છતાં આ બન્ને એકબીજાના ગાઢ મિત્રો બની ગયા હતા, આથી તેઓ અવારનવાર કોલેજની બહાર પણ મળતા હતા. એક દિવસ છોકરાએ હિંમત એકઠી કરીને છોકરીના ફોન કર્યો અને કહ્યું કે મારે તને કંઇક જરૂરી વાત કરવી છે, તું મળવા આવ. છોકરીએ કહ્યું કે મારે પણ તને કંઈક જરૂરી વાત કરવી છે.

આમ બને ફોન પર વાત કરીને હોટલમાં મળવા માટે ભેગા થાય છે. છોકરો સાંજે એ મનમાં નક્કી કરીને જાય છે કે હું પોતાના પ્રેમનો ઇજહાર કરીને જ રહીશ, ચાહે કંઈપણ થઈ જાય પરંતુ હું આજે મારી વાત કહીશ જ.

બંને મળવા માટે ભેગા થાય છે, છોકરી કહે છે કે તું પહેલા પોતાની વાત કરીશ કે હું કહું?

છોકરો કહે છે કે પહેલા તું જ કહી દે, આથી છોકરીએ જણાવ્યું કે આવતા અઠવાડિયે મારા લગ્ન થઈ રહ્યા છે ઘણા બધા મહેમાનો આવવાના છે, પરંતુ તારી હાજરી અચૂક જોશે. એટલે હું તને ખાસ આમંત્રણ આપવા આવી છું. છોકરાએ આ વાત સાંભળીને વિચારમાં પડી ગયો, અને તેનું દિલ તૂટી ગયું.

પછી છોકરીએ કહ્યું કે હવે તું જણાવો કે તારે કઈ વાત કરવી હતી, છોકરાએ કહ્યું કે મેં થોડું મોડું કરી દીધું કદાચ મારે વાત પહેલા કરી લેવી જોઈતી હતી. બસ આટલું કહીને તે છોકરો ત્યાંથી ચાલ્યો ગયો.

છોકરી પણ થોડા સમય પછી તેના ઘરે ચાલી જાય છે, બીજે દિવસે છોકરાનો છોકરીને ફોન આવે છે અને બંને ફરી પાછા એક બગીચામાં ભેગા થાય છે.

ત્યારે છોકરા એ ભેગા થઈને તેને જણાવ્યું કે હું ભણવા માટે વિદેશ જઈ રહ્યો છું, માટે તારા લગ્નમાં નહીં આવી શકું. આટલું કહીને છોકરો નીકળવા લાગે છે.

ત્યારે છોકરી તેને રોકીને ખાલી એટલું જ કહે છે કે હું જેની સાથે લગ્ન કરું છું તેનું તો અહીં હોવું જરૂરી છે ને.? આથી છોકરો કહે છે કે પરંતુ તે તો અહીં જ છે ને!

છોકરી જવાબ આપે છે કે પાગલ હું તારા સાથે લગ્ન કરી રહી છું, તારા મિત્ર એ મને બધું 15 દિવસ પહેલા જ જણાવી દીધું હતું.

પ્રેમ એટલે બન્ને પાત્ર એકબીજાની લાગણીઓ સમજે અને એકબીજાને અનુરૂપ થઈને રહે. જો તમને પણ આ સ્ટોરી ગમી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ લેખ તમને પસંદ આવ્યો કે નહીં તે કમેન્ટમાં જણાવજો.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team