આ રિસર્ચમાં શોધ કરવામાં આવ્યું કે ઉંદરોને વિટામીન V ડેરિવેટિવ્ઝ ટીકડીઓ આપીને તેનું જીવન કાળ 10 ટકા સુધી વધારી શકાય છે. આ સિવાય એક સારી બાબત બીજી એ છે કે આ ગોળી ઉમરની સાથે વધતી જતી સમસ્યાને ઓછી કરવામાં મદદગાર છે. આ નવી ટેકનીક માં મોલેક્યુલ નાઈકોટીનામાઈડ ડિનુક્લેટાઈડ નુ વિજ્ઞાન કામ કરે છે. આને માનવ શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ મનાય છે. આ રસાયણ નો ઉપયોગ પહેલાં પણ પાર્કિન્સન અને જેટ લેગ જેવી બીમારીઓથી લડવામાં પણ કરાઈ ચૂક્યો છે.
પ્રોફેસર પોતે પણ ઘડપણ ની પ્રક્રિયા રોકવા માટે પોતાની બનાવેલી દવા લઈ રહ્યા છે. પ્રોફેસરે એવો પણ દાવો કર્યો છે કે તેના પિતા દોઢ વર્ષ પહેલા આ ગોળીને લીધા બાદ અત્યારે એડવેન્ચર સ્પોર્ટ્સ જેમકે વૉટર રાફ્ટિંગ પણ ભાગ લઈ ચૂક્યા છે.
શું હશે ગોળી ની કિંમત?
જે ગોળી આપણને ઉમરનું વરદાન દેતી હોય તેની કિંમત તમે કેટલી ધારી શકો છો? જણાવી દઈએ કે તમને કદાચ આ ચમત્કાર લાગશે પણ આ ગોળી ની કિંમત એક કપ કોફી જ હશે. રિપોર્ટ્સ અનુસાર પાંચ વર્ષની અંદર આ ગોળીનો ઉપયોગ સામાન્ય જનતા કરી શકશે. જોકે પ્રોફેસરે ચેતવણી આપી છે કે જ્યાં સુધી રિસર્ચ પેપર પ્રકાશિત ન થઈ જાય અથવા સંપૂર્ણપણે રીવ્યુ ન થઈ જાય, ત્યાં સુધી લોકોએ ઘડપણ ને રોકવાની કોશિશ ન કરવી.