લોહી માં પ્લેટલેટ્સ કાઉન્ટ ને કઈ રીતે વધારી શકાય? જાણો પ્લેટલેટ્સ વીશે
આપણા શરીરની રચના બહુ જટીલ છે જેમાં ઘણા તત્વો રહેલા હોય છે, એમાંથી જો કોઈ મહત્વના તત્વ કે અંગ માં ગરબડી ઉભી થાય તો શરીરની સ્થિતી ખોરવાઈ જાય છે. આવામાં આપણે શરીરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે શરીર સાચવવું તે આપણા હાથમાં છે.
લોહીમાં બ્લડ સેલ્સ રહેલા હોય છે જે આપણા શરીરને સંક્રામક રોગો થી લડવામાં શક્તિ પ્રદાન કરે છે. જણાવી દઈએ કે આવા બ્લડ સેલ્સ નિયમિત પણે નષ્ટ થતા રહે છે અને પાછા નવા પણ બનતા રહે છે. શરીરમાં જ્યારે અમુક બીમારીઓ થાય ત્યારે આવા બ્લડ સેલ્સ નષ્ટ થવા લાગે છે અને બીમારીઓના કારણે પ્લેટલેટ્સની સંખ્યા ઘટવા લાગે છે. અમુક બીમારીઓ જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોડ જેવા ગંભીર વાઈરલ તાવ ના લીધે શરીરની પ્રતિરોધક ક્ષમતા નબળી થવા લાગે છે. જો ઘટેલા પ્લેટલેટ્સ કાઉન્ટનો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો દર્દી માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ સિવાય બીજી બીમારીઓ જેવી કે કેન્સર, એચ.આઈ.વી, કે પછી એક્સિડન્ટમાં જો લોહી નીકળે વગેરે મા પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થતી જાય છે.
આપણા લોહીમાં લાલ અને સફેદ રક્ત કોશિકાઓ, તરલ પદાર્થ સિવાય પણ ઘણી વસ્તુ હોય છે. જેમાંની એક ની વાત કરીએ તો તે છે પ્લેટલેટ્સ. લાલ અને સફેદ ની જેમજ પ્લેટલેટ્સ પણ બ્લડ સેલ્સ એક સ્વરૂપ જ છે જેને કૃત્રિમ રીતે બનાવી શકાતું નથી. અને આ પ્લેટલેટ કાઉન્ટ લોહીની ઘટતા માટે જવાબદાર છે. લોહીમાં સામાન્યપણે 150000 થી 400000 જેટલા Platelets હોય છે. પરંતુ શરીરમાં જ્યારે ઘણા વખતમાં આ પ્લેટલેટ્સ ઘટીને 10000 કે 20000 થી નીચે જાય ત્યારે પ્લેટલેટ્સ ચડાવવાની સલાહ આપવામાં આવે છે. કારણકે આ સ્થિતિમાં શરીરમાં રક્તસ્ત્રાવ થવાનો ભય રહે છે. અને જો આ ઇન્ટર્નલ બ્લીડિંગ થાય તો શરીરના વિભિન્ન અંગો ના ફેલ થવાની આશંકા વધી જાય છે. અને ઓછા ની જગ્યાએ જો શરીરમાં પ્લેટલેટ્સ વધી જાય તો થોબરોસાઈટોસીસ નામની બીમારી થઈ શકે છે જે લોહીને જરૂરત કરતાં વધારે ઘટ બનાવી દે છે.
ડેન્ગ્યુ તાવ માં શું કામ ઓછા થાય છે પ્લેટલેટ્સ?
માદા એડીસ મચ્છર કરડે ત્યારે રક્તવાહિનીઓને જ પોતાનો નિશાન બનાવે છે. જેના કારણે લોહીમાં વાઈરસનું ઈંફેક્શન તેજીથી ફેલાવા લાગે છે. અને આવી સ્થિતિમાં લોહી અને પાણી અલગ થવા લાગે છે જેના હિસાબે પ્લેટલેટ્સની સંખ્યા ઝડપથી ઘટવા લાગે છે. અને આના કારણે લોહીનો પ્રવાહ જામી શકતો નથી. આર બી સી અને પ્લાઝમા ની અપેક્ષા પ્લેટલેટ્સ નું જીવન ચક્ર સાતથી આઠ દિવસનું જોઈ છે, માટે વાઈરસ પ્લેટલેટ્સને સૌથી પહેલા પ્રભાવિત કરે છે.
જ્યારે લોહીમાં આયરન અને હીમોગ્લોબીનની ખામી હોય ત્યારે પ્લેટલેટ્સ ઓછા થવાની સંભાવના 80 ટકા જેટલી વધી જાય છે. આનાથી બચવા માટે બદલતી ઋતુ સાથે ખોરાકનું ધ્યાન રાખવું જરૂરી બને છે. લીલા શાકભાજીની સાથે આમળા, ચીકુ, કાજુ, બકરીના દૂધ, નારિયેળ પાણી, બ્રોકોલી, વિટામિન K,C અને કેલ્શિયમ યુક્ત ખોરાક સામેલ કરવો જોઈએ..
તાજા દૂધમાં કેલ્શિયમ મળી આવે છે જેનાથી હાડકા મજબૂત થાય છે. અને આ લોહીમાં રહેલા પ્લેટલેટ્સને બીજી વખત વિકસિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. તમારા ખોરાકમાં દૂધ અને દૂધથી બનેલી ચીજ વસ્તુઓની જરૂર સામેલ કરો.