છોકરાને ફોન આવ્યો, "પેલી છોકરી તારી સાથે લગ્ન નહીં કરે તું બીજી છોકરી શોધી લે!" છોકરાએ કારણ પૂછ્યું તો...

કોલેજમાં એક છોકરો અને છોકરી સાથે ભણતા હતા અને જોગાનુજોગ એ બંને દસમા ધોરણથી સાથે જ હતા અને આગળ જઈને કોલેજમાં પણ બંને સાથે ભણતા હતા. બંને વચ્ચે સારી મૈત્રી થઈ હતી અને તેઓ એકબીજાના સારા ફ્રેન્ડ્સ પણ હતા.

કોઈપણ જાતનો સપોર્ટ જોઈતો હોય તો તેઓ બંને એકબીજાને અવશ્ય કહેતા અને એકબીજાની મદદ પણ કરી લેતા. ધીમે ધીમે કોલેજમાં આવ્યા પછી આ મૈત્રી પ્રેમમાં પરિવર્તન થવા લાગી અને બંનેને એકબીજા વગર થોડો સમય પણ ચાલતું નહીં.

કોલેજ પૂરી થઈ ગઈ તોપણ તેઓ એકબીજાને અવાર નવાર મળી લેતા. અને બન્ને એકબીજા સાથે ઘણા સમયથી રિલેશનશિપમાં હતા અને તેઓએ પોતાના ઘરે પણ વાત કરવાનું નક્કી કરી લીધું આથી બંને ના ઘરે શરૂઆતમાં થોડી રકઝક થયા પછી બંનેના પરિવાર લગ્ન માટે માની ગયા. છોકરાને હવે વધુ અભ્યાસ માટે વિદેશ જવું હતું.

અને વિદેશ જવા માટેની બધી તૈયારીઓ તેને કરી પણ લીધી હતી, એટલું જ નહીં તેને વિદેશ જવા માટે સ્કોલરશિપ પણ મળી ગઇ હતી આથી તે વિદેશ ભણવા જવા માંગતો હતો આના કારણે બંને પરિવારે અત્યારે સગાઈ કરવાનું નક્કી કર્યું.

ધામધૂમથી બંનેની સગાઇ કરવામાં આવી અને સગાઈના થોડાક દિવસો પછી જ છોકરાને વિદેશ ભણવા માટે જવાનું હતું, વિદેશ ભણવા તો જતો રહ્યો પરંતુ તેનું મન હંમેશા અહીંયા તેના પરિવાર જોડે જ રહેતું.

વિદેશ ગયા પછી પણ તે કોઈપણ દિવસ પોતાની ભાવિ પત્ની સાથે વાત કરવાનું ચૂકતા નહીં અને તેના પરિવાર સાથે પણ દિવસમાં એક વાર તો વાત કરી લેતો. છોકરો વિદેશ ગયા પછી થોડા દિવસો સુધી સેટ ન થયો પછી ધીમે ધીમે બધું સેટ થવા લાગ્યું અને તેનું મન પણ ભણવામાં લાગી ગયું તેમ છતાં તે પરિવાર અને તેની ભાવિ પત્ની સાથે દરરોજ વાત તો કરી લેતો.

એક દિવસ છોકરીને કંઈ કામ હોવાથી તે બજારમાં ગઈ હતી અને ફરી પાછી આવતી વખતે તેને ભયંકર અકસ્માત નડ્યો, છોકરીનો જીવ તો બચી ગયો પરંતુ ભયંકર અકસ્માતમાં તેની જીભ ચાલી ગઈ. ડોક્ટરને પૂછ્યું તો તેને પણ કહ્યું કે આ છોકરી હવે ક્યારેય બોલી નહીં શકે.

અકસ્માત થયાના દિવસે જ દરરોજની જેમ વિદેશ ભણવા ગયેલા તેના ભાવિ પતિના ઘણા બધા ફોન કોલ્સ આવ્યા પરંતુ કોણ જવાબ આપે? છોકરાએ બીજી રીતે પણ સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ કોઈપણ રીતે સંપર્ક થયો નહીં.

છોકરીએ પોતાના પિતાને બાજુમાં બોલાવ્યા અને તેમને એક ડાયરીમાં લખી ને સમજાવ્યું કે હવે તે છોકરા નું જીવન બરબાદ કરવા માંગતી નથી કારણકે છોકરો ખૂબ જ બોલકો છે અને હું તો એની સાથે હવે વાત કરી શકું તેમ પણ નથી તો આવી પરિસ્થિતિમાં અમારું આખું જીવન સાથે કઈ રીતે પસાર થાય?

અને છોકરીના કહેવાથી તેના પિતાએ શહેર પણ બદલી નાખ્યું અને કોઈ બીજા શહેરમાં રહેવા માટે આખો પરિવાર જતો રહ્યો. છોકરીએ પોતાની બહેનપણી દ્વારા છોકરાને ફોન કરાવીને એવું કહી દીધું કે પેલી છોકરી તારી સાથે લગ્ન નહીં કરી શકે, તું કોઈ બીજી છોકરી શોધી લે.

થોડા દિવસ સુધી તો છોકરાના ઘણા બધા ફોન કોલ્સ આવતા રહ્યા પરંતુ ધીમે-ધીમે કોલ આવતા બંધ થઈ ગયા છોકરી ને લાગ્યું કે હવે એ મને ભૂલી ગયો હશે. છોકરી એ છોકરા ને યાદ કરીને દરરોજ રડે રાખતી. નાનપણથી બંને સાથે હોય ખૂબ જ યાદ આવે એ સ્વાભાવિક બાબત છે. એક વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો.

એક દિવસ અચાનક બપોરના સમયે છોકરીના ઘરે તેની બહેનપણીઓ આવી અને તેને કહ્યું કે પેલો છોકરો લગ્ન કરી રહ્યો છે, એ ની કંકોત્રી મને મળી ગઈ છે. અને તારા માટે પણ મોકલાવી છે, આ રહી તારી કંકોત્રી. આ વાત સાંભળીને પેલા છોકરીની આંખમાંથી આંસુ આવી ગયા.

તે મનોમન વિચારવા લાગી કે છોકરો હવે તો મને સાવ ભૂલી ગયો, એક વખત પણ મને મળવા નો વિચાર સુધ્ધાં ન આવ્યો? શું સાચો પ્રેમ આવો હોય? નાનપણ થી અમે સાથે હતા પરંતુ એક વખત પણ મને મળવાનો પણ વિચાર નહીં આવ્યો હોય તેને. આવું કંઈ કેટલું વિચારતા વિચારતા તેને કંકોત્રી નું કવર ખોલ્યું.

કંકોત્રી હાથમાં લીધી, અને કંકોત્રીમાં એ છોકરાની સાથે પોતાનું નામ વાંચ્યું તરત જ પોતાનું નામ વાંચીને તે આશ્ચર્ય ચકિત થઈ ગઈ અને તેની આંખો પહોળી થઈ ગઈ. હજુ એ કંઈ પ્રતિક્રિયા આપવા જાય તે પહેલાં જ અચાનક પહેલો છોકરો તેની નજર સામે આવી ગયો.

અને છોકરી ને તેને બોલીને નહિ પરંતુ સાંકેતિક ભાષામાં જણાવ્યું કે મેં લગ્ન માટે તમે આપેલું વચન મને તો યાદ જ છે. હા મને માફ કરજે કારણ કે આ એક વર્ષ જેટલો લાંબો સમય મારે સાંકેતિક ભાષા શિખવામાં લાગી ગયો, અને હવે હું તારો પતિ જ નહીં પરંતુ તારો અવાજ પણ બનીશ. તું જરા પણ ચિંતા ના કરતી.

પેલી છોકરી ના હાવભાવ તરત જ બદલાઈ ગયા, અને તરત જ પેલા છોકરાને વહાલથી ભેટી પડી.

એટલે જ કદાચ કહેવાતું હશે કે તમે જો કોઈને દિલ થી પ્રેમ કરતા હોય તો તે માણસ ઉપર વિશ્વાસ રાખજો કારણ કે ઘણી વખત તમારા પાર્ટનર તરફથી તમને કોઈ જવાબ ન મળે ત્યારે તમે જે વિચારવા લાગો છો એના કરતા વાસ્તવિકતા કંઈ અલગ પણ હોઈ શકે.

જો તમને આ સ્ટોરી ગમી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટીંગ આપશો.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team