છુટા-છેડાના કેસમાં જજે 10 વર્ષની દિકરીને પુછ્યુ, તું કોની સાથે રહેવા માંગે છે? દિકરીએ એવો ગંભીર જવાબ આપ્યો કે ત્યાં હાજર…
કૌશિકભાઇ એક નિવૃત્ત જજ હતા, તેઓને આજે કોઈ કારણોસર બહારગામ જવાનું થયું હતું એટલે રેલવે ના માધ્યમથી તેઓ બહારગામ જઈ રહ્યા હતા.
તેઓ ટ્રેનમાં અંદર પ્રવેશીને પોતાની સીટ ને શોધીને તેમાં બેસે છે, હજુ કૌશિકભાઇ બેસ્યા હતા એવામાં જ તરત જ સામે બેઠેલી એક સુંદર અને સુશીલ જણાતી છોકરી પ્રેમથી કૌશિક ભાઈ ની સામે જોઈને હસીને અભિવાદન કર્યું, “નમસ્કાર, જજ અંકલ.”
તે છોકરીની ઉંમર લગભગ 20 થી 25 વર્ષની વચ્ચે હશે. કૌશિક ભાઈ ને અભિવાદન સાંભળીને આશ્ચર્ય થયું કે આ છોકરી કોણ છે અને તે કેવી રીતે જાણે છે કે હું જજ છું? અને સાથે સાથે અંકલ કહીને પણ બોલાવે છે એટલે તે જરૂર કોઈ મારા ભૂતપૂર્વ સાથી કર્મચારી ની દીકરી હશે અથવા તેઓના કોઈ નજીકના સંબંધીની પુત્રી હશે.
કૌશિકભાઇ બેઠા બેઠા આ બધું વિચારી રહ્યા હતા, એટલે પેલી છોકરી કૌશિકભાઇ નું થોડું જોખમ ભર્યું મોઢું જોઈ અને હસીને કહ્યું, “જજ અંકલ, તમે મને નહી ઓળખો.” હું જ્યારે તમારા કોર્ટમાં આવી હતી ત્યારે મારી ઉંમર લગભગ દસ વર્ષની જ હતી. તે સમયે તમે માધુપુર ની ડિસ્ટ્રિક્ટ ફેમિલી કોર્ટમાં જજ હતા.
પેલી છોકરીની આ વાત સાંભળીને જજ સાહેબે તેને કહ્યું કે અરે આ તો ખૂબ જ જૂની વાત છે અને હાલ તો મને નિવૃત્ત થયાને પણ ત્રણ વર્ષ થઇ ગયા છે. આટલી જૂની વાતો તો ક્યાં કોઈને યાદ રહી શકે? અને આમ પણ દિવસ દરમિયાન સેંકડો લોકો તે કોર્ટ ની મુલાકાત લેતા.
સહજ વાત છે કે વર્ષો પહેલાની આ વાતને યાદ રાખવા માટે કોઈપણ કેવી રીતે સક્ષમ હોઈ શકે? તેમ છતાં કૌશિકભાઈ હજુ પણ પેલી છોકરી ને યાદ કરવાની કોશિશ કરી રહ્યા હતા એટલે ફરી પાછું તેનું મૂંઝવણ ભર્યું મોઢું જોઈને છોકરીએ તેને કહ્યું. અંકલ, મારું નામ અંકિતા છે. એ સમયે મારા માતા-પિતાના છુટાછેડાનો કેસ તમારી કોર્ટમાં ચાલી રહ્યો હતો અને તે કેસની કાર્યવાહી દરમિયાન તમે મને એક દિવસ પૂછ્યું હતું કે બેટા, તું કોની સાથે રહેવા માંગે છે?
છોકરીએ આટલું કહીને જજ સાહેબને જૂની વાત યાદ કરાવવાની કોશિશ કરી. હજુ તો છોકરી આગળ કંઈપણ બોલે તે પહેલા કૌશિકભાઇ એ કહ્યું અરે બેટા અંકિતા. તું!
કૌશિકભાઈ એ છોકરી અને તેના માતા-પિતાના કેસને કઈ રીતે ભૂલી શકે? ઘણી વખત કૌશિકભાઈ તેની કોર્ટમાં આવનારા કે અને ઝગડાઓ ની બાબતને લઈને કંટાળી જતા હતા.
પરંતુ તેની કોર્ટમાં જજ સાહેબ ની ફરજ દરમિયાન એક કેસ એવો પણ સામે આવ્યો હતો. જેના પરિણામ થી જજ સાહેબ સહિત બધા લોકો ખુશ થઈ ગયા હતા. કારણ કે આ કેસ નો અંત હતો જ એવો આશ્ચર્યજનક અને આનંદપ્રદ.
કૌશિકભાઇ તેની જૂની યાદોને વાગોળતા કહે છે અરે બેટા અંકિતા, માત્ર હું જ નહિ પરંતુ એ કેસને સંબંધિત જેટલા લોકો હતા તેમાંથી કોઈ પણ તને કઈ રીતે ભૂલી શકે?
કૌશિકભાઇ એ ફરી પાછું છોકરીને પૂછ્યું, બેટા તું કેમ છો? તારા માતા-પિતા કેમ છે? મનમાં ને મનમાં કૌશિક ભાઈ આ છોકરી ને મળીને હરખાઈ રહ્યા હતા, અને ખાસ કરીને છોકરી ને ખુશ જોઈને તેઓને ખૂબ જ ખુશી મળી હતી.
અંકિતા એ જવાબ આપ્યો, અંકલ હું ખૂબ જ ખુશ છું. તમારા કારણે જો હું ખૂબ જ ખુશ છું, અને મારા મમ્મી પપ્પા તો એકબીજા વિના જીવી શકતા નથી, આ જ વર્ષે મારી સિવિલ સર્વિસમાં પસંદગી થઇ છે અને હું તાલીમ લેવા માટે જઈ રહી છું.
અંકિતા એ પોતાની વાતને આગળ વધારતાં કહ્યું અંકલ જો તમે તે દિવસે વ્યક્તિગત રુચિ ન લીધી હોત તો હું કદાચ સિંગલ પેરેન્ટ નું સંતાન હોત. આટલું બોલતા બોલતા અંકિતા ભાવુક થઈ ગઈ.
કૌશિકભાઇ એ તેને કહ્યું ના બેટા જો તું દિવસે તે સમજદાર બાળકની જેમ કોર્ટમાં ન બોલી હોત, તો તારા માતા-પિતા જીવનના સત્યને સમજી જ ન શક્યા હોત. અને એ બંને પોતાના વ્યક્તિગત અભિમાનને કારણે જિંદગીભરનું નુકસાન કરી લીધું હોત.
કૌશિકભાઇ એ પ્રેમથી તેને કહ્યું બેટા તું ખરેખર ખૂબ જ સમજદાર છોકરી છો.
કૌશિક ભાઈ ના આંખની સામે જાણે એ સમયનું ચલચિત્ર ચાલી રહ્યું હોય એ રીતે તેઓને બધું યાદ આવી રહ્યું હતું. એ સમયે તેઓ માધુપુર ની ફેમિલી કોર્ટમાં ન્યાયાધીશ હતા અને એ દિવસે અંકિતાના માતા-પિતાનો છુટાછેડાનો કેસ આવ્યો હતો.