ક્રિકેટના આ 7 રેકોર્ડ જે લગભગ જ તૂટી શકે, નંબર 3 તો કોઈ લગભગ તોડી નહિ શકે
જે રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આપણા ભારતીય ક્રિકેટ નું સ્થળ બદલી રહ્યું છે તે રીતે જોવા જઈએ તો ઘણા રેકોર્ડ તૂટી શકે તેમ છે, પરંતુ આજે અમુક એવા રેકોર્ડ વિશે જણાવવાના છીએ જે લગભગ તોડવા મુશ્કેલ છે. પરંતુ અશક્ય નથી. વિરાટ કોહલી રોહિત શર્મા વગેરે જેવા યુવા ખેલાડીઓ પર ભારતને ઘણી આશાઓ છે કે તે ઘણા રેકોર્ડ બનાવશે અને ઘણા રેકોર્ડ તોડશે પણ. ચાલો જાણીએ આ વિશ્વ રેકોર્ડ વિશે.
શ્રીલંકાના ટીમનો એક બોલર જેનું નામ ચામુંડા વાસ હતું. તેના નામ પર એક જ ક્રિકેટ મેચમાં એટલે કે એક જ વનડે આઠ વિકેટ લેવાનો રેકોર્ડ છે, એટલે કે દસમાંથી આઠ વિકેટ આ બોલર લીધી હતી. આ રેકોર્ડ ખૂબ જ મુશ્કેલ છે. આ રેકોર્ડ તેને ઝિમ્બાબ્વે સામે 8 ઓવરમાં 19 રન આપીને આઠ વિકેટ લીધી હતી.
ભારતના સૌથી સફળ કપ્તાન અને આપણા બધાના ફેવરિટ એવા મહેન્દ્રસિંહ ધોનીએ કપ્તાન તરીકે 2007નો t20 વર્લ્ડ કપ ત્યાર પછી 2011માં એક દિવસીય વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન ટ્રોફી જીતી ચૂક્યા છે. કપ્તાન તરીકે ધોનીના આ રેકોર્ડ તોડવાનો મુશ્કેલ છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને અભૂતપૂર્વ ડોન બ્રેડમેન એક ક્રિકેટના મહાન ખેલાડી હતા. ટેસ્ટ મેચમાં તેઓએ 52 મેચ રમીને 6996 રન બનાવ્યા છે. અને ઇનિંગ્સ પ્રમાણે આ રન આશરે 99 ની એવરેજ પર બનાવ્યા છે. અને આ રેકોર્ડ તોડવાનો કોઇ પણ બેટ્સમેન માટે મુશ્કેલ છે.
ભારતના પૂર્વ પ્રસિદ્ધ બોલર એવા anil kumble એ માત્ર એક ટેસ્ટ ઇનિંગમાં જ ૧૦ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સિવાય પણ તેના નામે ઘણા રેકોર્ડ બનેલા છે. ભવિષ્યમાં આ રેકોર્ડ સાથે બરાબરી તો કરી શકાય પરંતુ આ રેકોર્ડ તૂટી ન શકે.