ક્રિકેટના આ 7 રેકોર્ડ જે લગભગ જ તૂટી શકે, નંબર 3 તો કોઈ લગભગ તોડી નહિ શકે
આપણા ગુજરાતના વડોદરાના રહેવાસી અને ભારતીય ટીમના જબરદસ્ત બોલર ઈરફાન પઠાણ ના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક અદ્ભુત રેકોર્ડ જોડાયેલો છે. તેઓએ 2006માં પાકિસ્તાન ટીમ ની સામે રમાયેલ ટેસ્ટ મેચમાં પહેલી જ ઓવરમાં હેટ્રિક લીધી હતી. તેઓએ મોહમ્મદ યુસુફ, યુનુસ ખાન અને સલમાન બટ ને ત્રણ બોલમાં આઉટ કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
હાલના આપણા કપ્તાન અને ભારતીય ટીમના જબરદસ્ત બલ્લેબાજ એવા રોહિત શર્માના નામે વન ડે ક્રિકેટમાં ત્રણ વખત 200થી વધુ રન કર્યા છે. અને સાથે સાથે એક મેચમાં ૨૬૪ રનનો સ્કોર કરીને આ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ બંને રેકોર્ડ જોઈએ તો તોડવા ઘણા મુશ્કેલ છે.
ભારતીય ટીમના વિસ્ફોટક બલ્લેબાજ અને માસ્ટર બ્લાસ્ટર તરીકે જેને ઓળખવામાં આવે છે તે સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સો સદી કરી છે. આ રેકોર્ડ લગભગ જ કોઇ ખેલાડી તોડી શકે તેમ છે. આ સિવાય પણ સચિનના નામે ઘણા બધા રેકોર્ડ છે જે તોડવા ઘણા મુશ્કેલ છે.
cover image source: wikipedia