ભૂલથી પણ દહીમાં ન ઉમેરતા મીઠું, નહીં તો થઈ જશે આવું
આપણા ભારતીય કલ્ચર ની વાત કરીએ તો આપણે દરેકને ભોજનમાં છાશ કે દહીં કે કંઈ પ્રવાહી જોઈએ છીએ જે દરેકના ઘરમાં કંઈક ને કંઈક અલગ અલગ લેતાં જ હોઈએ છીએ. પરંતુ અમુક વખત આપણે અજાણતામાં એવી ભૂલ કરી બેસીએ છીએ જેના હિસાબ આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
આજે આપણે વાત કરવાના છીએ દહીં વિશે, તમે અને હું બન્ને દહીં ખાતા જ હોઈએ છીએ. દહીં ની તાસીર ઠંડી હોવાથી ઘણી વખતે આપણે તેનો ઉપયોગ ઘરેલુ ઉપચાર તરીકે પણ કરીએ છીએ. અને તેના પોષક તત્વો ની વાત કરીએ તો તેમાં ફાયદા પણ ઘણા રહેલા છે. પરંતુ આયુર્વેદની ભાષામાં દહીને જીવાણુઓનું ઘર કહે છે. દહીમાં નાના-નાના બેક્ટેરિયા રહેલા હોય છે જે આપણને નરી આંખે દેખાતા નથી. પણ આ બેક્ટેરિયા આપણા શરીર માટે ફાયદાકારક હોય છે.
આપણે ઘણી વખત દહીમાં મીઠું ભેળવીને ખાતા હોઈએ છીએ. પરંતુ જણાવી દઈએ કે મીઠું ક્યારેય દહીમાં ઉમેરવું જોઇએ નહીં. દહી ને જો ખાવું જ હોય તો મીઠું ને પણ કંઈક ગળી વસ્તુ સાથે ખાવું જોઈએ જેમ કે ખાંડ અથવા ગોળ સાથે પણ ખાઈ શકાય.
ઉપર કહ્યું તે પ્રમાણે દહીમાં નાના નાના અસંખ્ય બેક્ટેરિયા રહેલા હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. જ્યારે દહીને કોઈ સાયન્ટિફિક રીતે નજીકથી જોવામાં આવે તો તેમાં આપણને દરેક બેક્ટેરિયા હાલતા ચાલતા એટલે કે જીવતા નજરે ચડે છે. આ બેક્ટેરિયા આપણા શરીર માટે સારા હોવાથી આ બેક્ટેરિયા જીવતા જ આપણા શરીરમાં જવા જોઈએ. કારણ કે આવું કરવાથી આ બેક્ટેરિયા આપણી અંદર રહેલી એન્ઝાઇમ સિસ્ટમને સારી રીતે ચલાવી શકે છે. અને શરીરમાં બીજા ફાયદાઓ પહોંચાડવાનું કામ કરે છે.