ભારત અને પાકિસ્તાનની આર્મીમાં શું તફાવત છે? જાણો આંકડા સાથે
કોઈપણ દેશની મજબૂતી નક્કી કરવી હોય તો તેના આર્મી ની ફોજ તેમજ તેની પાસે રહેલા હથિયારોનો કાફલો વગેરે પરથી અંદાજ લગાવી શકાય કે દેશ કોઈ નો સામનો કરવા માટે કેટલો મજબૂત છે.
ભારતની આર્મી અને પાકિસ્તાનની આર્મી બંને માં શું તફાવત છે, બંને આર્મીમાં શું તફાવત છે તેમજ તેના થોડા ઇતિહાસ વિશે આજે આ લેખમા જણાવીશું.
સૌપ્રથમ તો ભારતની આર્મી ૧૨૩ વર્ષ જૂની છે. એટલે કે 1 એપ્રિલ ૧૮૯૫ માં આ આર્મી ની સ્થાપના કરવામાં આવી હતી. કે જેનું હેડ ક્વાર્ટર દિલ્હીમાં મોજુદ છે. ૧૫ જાન્યુઆરી ને આર્મી દિવસ તરીકે મનાવવામાં આવે છે.
પાકિસ્તાનની આર્મી આજથી અંદાજે ૭૧ વર્ષ પહેલા એટલે કે 14 August 1947 ના દિવસે સ્થાપના થઇ હતી. જ્યારે અલગ ભારતથી અલગ પાકિસ્તાન ની રચના કરવામાં આવી ત્યાર પછી જ આ આર્મી બની હતી.
હવે વાત કરીએ સેનાની સ્ટ્રેન્થ વિશે, ભારતની આર્મીમાં અંદાજે ૧૪ લાખ મિલેટ્રી પર્સનલ લોકો હાલમાં સક્રિય રીતે જોડાયેલા છે. જ્યારે અંદાજે દસ લાખ જેટલા જવાન ઇન્ડિયન આર્મી માટે રીઝર્વ્ડ છે. અને એની જગ્યાએ પાકિસ્તાનની આર્મીમાં અંદાજે છ લાખ જેટલા આર્મી માં સક્રિય અને રિઝર્વ તરીકે 60 હજાર જેટલા છે.
ઇન્ડિયન આર્મી ના જ ભાગરૂપે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એર ફોર્સ સહિત પેરામિલેટ્રી ફોર્સ અને CAPF સહિત ઘણી શાખાઓ છે, જેમાં અલગ-અલગ રેન્ક ધરાવતા મિલેટ્રી પર્સનલ મોજુદ છે.
જણાવી દઈએ કે સક્રિય Military પર્સનલ માં આખા વિશ્વમાં ભારતનો બીજો નંબર છે, એટલે કે ચીન પછી સૌથી વધુ મિલેટ્રી પર્સનલ ભારતમાં સક્રિય છે. ભારતનું સંરક્ષણ બજેટ ની વાત કરીએ તો હમણાં જ ત્રણ લાખ કરોડ રૂ નું બજેટ બહાર પાડ્યું છે. જેની સામે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ અંદાજે 77000 કરોડ રૂપિયા જેટલુ છે.