શું ડાયાબિટીસના દર્દીઓને ક્યારેય ન ખાવા જોઈએ ભાત, જાણો હકીકત

ડાયાબિટીસની બીમારીમાં દર્દીને ધ્યાન રાખવું પડે છે કે અમુક સુગર લેવલ થી વધારે નો ખોરાક ન લેવાઈ જાય. અને જો ખોરાક આવી જાય તો શરીરમાં બીમારીઓ વધી શકે છે. તેમજ ડાયાબિટીસ નું લેવલ કંટ્રોલ કરવા માટે ઘણી બધી તકલીફ પડી શકે છે. આ સિવાય તમે સાંભળ્યું હશે કે ડાયાબિટીસના દર્દીઓએ સંપૂર્ણપણે ન ખાવા જોઈએ. આ વાત સાચી છે કે લોકોની માત્ર અફવા છે તે જાણીએ. જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીઓએ નક્કી કરેલા ડાયેટમાં જો થોડી પણ અદલ-બદલ થઈ જાય તો તેઓના શરીર માટે ભારે પડી શકે છે.

અને એટલા માટે જ ડાયાબિટીસના દર્દીઓએ તેના ખાવા-પીવાનું વ્યવસ્થિત ધ્યાન રાખવું જોઈએ. ભારતની વાત કરીએ તો આપણા ભોજનમાં સામાન્યપણે શાક-રોટલી અને દાળ-ભાત ને પ્રાધાન્ય આપવામાં આવે છે. કારણ કે આ વસ્તુ દરેકના ઘરમાં રોજિંદા બનતી હશે.

હવે મુખ્યત્વે સવાલ એ છે કે ડાયાબિટીસના દર્દીઓએ ભાત ખાવા જોઈએ કે નહીં… આના માટે અમુક સ્વાસ્થ્યના વિશેષજ્ઞોએ પોતાના મંતવ્યો રજૂ કરતા કહ્યું છે કે…

અઠવાડિયામાં એક વખત ખાઈ શકો છો ભાત

કાર્બોહાઈડ્રેટ અને કેલરી ભાતમાં વધારે પ્રમાણમાં હોય છે જેનાથી શરીરનું સુગર લેવલ વધે છે. બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલ એક રિપોર્ટ અનુસાર જે લોકો ભાત વધુ પ્રમાણમાં ખાતા હોય તેઓને ટાઈપ-ટૂ ડાયાબિટીસ થવાનો ખતરો વધુ પ્રમાણમાં રહે છે.

જોકે વિશેષજ્ઞોનું એમ પણ કહેવું છે કે જો તમે પહેલેથી ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અને તમને ખાવા નો બહુ શોખ હોય તો તમારે ભાત થી દૂર રહેવાની જરૂરત નથી. તમે અઠવાડિયામાં એક વખત સીમિત માત્રામાં ભાત નુ સેવન કરી શકો છો.

સામાન્ય ભાત ની જગ્યાએ ખાઓ Brown Rice

ભાત વિશે કહેવાયું છે કે ડાયાબિટીસના દર્દી દરેક પ્રકારના ભાત ખાઈ શકે છે. પરંતુ brown rice, white rice ની તુલનામાં વધારે સારા અને ગુણકારી હોય છે. કારણકે brown rice મા glycemic index નો સ્તર 68 મળી આવે છે જ્યારે સામાન્ય એટલે કે સફેદ વાતમાં આ સ્તરની માત્ર 73 જેટલી હોય છે. વિશેષજ્ઞો અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ એવી ચીજોનું સેવન કરવું જોઈએ જેનો Glycemic index નો સ્તર 55 થી ઓછું હોય. આનાથી લોહીમાં સુગરની માત્રા નો વધારે પ્રભાવ પડતો નથી. અને જ્યારે 70થી વધુ ગ્લાઈસમીક ઈન્ડેક્સ ધરાવતી વસ્તુ નું સેવન કરવામાં આવે ત્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે તે વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts