ભુલથી પણ જમ્યા પછી ન કરતા આ 6 કામ, નહીં તો પાછળથી પછતાસો
તમને બધાને ખબર જ હશે કે સિગરેટ સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે. પરંતુ જો જમ્યા પછી તરત સિગરેટ પીવામાં આવે તો તેનું જોખમ વધી જાય છે. કારણકે અમુક લોકોને એવું લાગતું હોય છે કે સિગરેટથી ખાવાનું પચી જાય છે. પરંતુ હકીકતમાં જમ્યા પછી સિગરેટ પીવાથી તેની અસર અનેક ગણી વધી જાય છે. અને સ્વાસ્થ્ય પર વધારે ખરાબ અસર પાડે છે.
જમ્યા પછી પાણી પીવાથી પણ શરીરમાં પાચન ક્રિયામાં તકલીફ પડે છે કારણકે આયુર્વેદમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે જમ્યા પછી પાણી પીવું એ ઝેર છે. કારણ કે કારણ કે જમ્યા પછી ભોજન પચાવવા માટે જઠરાગ્નિ માંથી ઉત્પન્ન થતી ઉર્જા પાચન કરવાનું કામ કરે છે પરંતુ પાણી પીવાથી જઠરાગ્નિ જ સમાપ્ત થઈ જાય છે. આથી જમ્યાના અડધો કલાક પછી પાણી પી શકાય છે.
જો જમ્યા પછી નાહવામાં આવે તો પણ તે શરીર માટે પાચનક્રિયામાં ખરાબ અસર પાડે છે કારણકે આવું કરવાથી પેટની આજુબાજુ માં લોહીનો પ્રવાહ વધી જાય છે અને પાચન પણ ધીમો થાય છે આથી જમ્યા પછી ક્યારે પણ નહાવું ન જોઈએ.
ઘણા લોકોને જમ્યા પછી ચા પીવાની ટેવ હોય છે. પરંતુ જણાવી દઈએ કે જ્યારે આપણે જમ્યા પછી ચા પીએ છીએ ત્યારે શરીરમાં ચા ના કારણે એસિડીટી વધવા લાગે છે. આ સિવાય ઘણા લોકો એવું પણ માને છે કે ચા થી પાચનતંત્રમાં એટલે કે ખોરાક પચવામાં ફાયદો રહે છે. પરંતુ હકીકતમાં ચા ને અને પાચનતંત્રને આપસમાં કોઈ સબંધ નથી.