એક હજાર કામ પડતાં મુકીને પહેલા આ વાંચી લેજો, જીંદગી બદલાઈ જશે

આપણે બધાને એક વસ્તુ માનવી જ પડશે કે આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે આપણા કરતા આપણા પડોશી અને સગા-સંબંધીઓની જિંદગી સારી છે. પરંતુ આવું વિચારવું એ સારું છે કે નહીં? આ સમજવા માટે નીચે ની વાર્તા વાંચી લો…

એક વ્યક્તિ નું ઘર શહેરથી દૂર એક નાનકડા ગામડામાં હતું તેના ઘરમાં કોઈપણ જાતની કમી ન હતી. ભૌતિક સુખની વાત કરો કે બીજી કઈ પરંતુ તે ખૂબ સુખી હતો, પરંતુ તે કદી પણ ખુશ નહોતો રહેતો. એને એવું જ લાગ્યા કરતું કે ગામડા કરતા શહેરની જિંદગી સારી છે. અને એક દિવસ એને પોતાના ગામડાના ઘરની વેચીને શહેરમાં જાવાનો ફેસલો કરી લીધો. અને બીજા દિવસે એને એના મિત્ર ને બોલાવ્યો. તે મિત્ર રિયલ એસ્ટેટમાં જ કામ કરતો હતો.

તેને પોતાના મિત્રને કહ્યું કે મારે આ ગામડા નુ ઘર વેચવું છે, તું મારુ ના ગામડા નુ ઘર વેચાવી દે અને શહેરમાં એક વ્યવસ્થિત ઘર અપાવી દે. એટલે પેલા મિત્ર તેનું આખું ઘર જોઈને કહ્યું કે આટલું સુંદર ઘર છે તો તું આને સુ કામ વેચવા માંગે છે? જો તારે પૈસાની જરૂર હોય તો હું તને થોડા પૈસા આપી શકું છું. પેલાએ કહ્યું કે મને પૈસાની બિલકુલ જરૂર નથી.

હું આ ઘર ને એટલા માટે વેચવા માગું છું કે આ ઘર શહેરથી બહુ દૂર છે, અહીં શહેરની જેમ પાકા રસ્તા પણ નથી. અને અહીંના રસ્તામાં ખૂબ જ ઉબળ-ખાબળ છે. આ સિવાય અહીંયા જ્યાં જુઓ ત્યાં હરિયાળી છે અને બહુ બધા વૃક્ષો છે. અને જ્યારે પણ હવા આવે ત્યારે પાંદડાઓ ખરીને ઘરમાં પડી જાય છે. આ ગામડું ચારે બાજુથી પહાડોથી ઘેરાયેલું છે હવે તું જ કહે કે હું ગામડામાંથી શહેરમાં શુ કામ ન જાવ.?

ત્યારે તેના દોસ્તે કહ્યું કે ઠીક છે, જો તે શહેરમાં જવાનું વિચારી જ લીધું હોય તો હું જલ્દી તારું ઘર વેચાવી દઈશ. અને બીજે જ દિવસે સવારે એ વ્યક્તિ છાપું વાંચી રહ્યો હતો. ત્યારે એને છાપામાં એક ઘર ની જાહેરાત જોઈ, જાહેરાતમાં લખ્યું હતું કે “ શહેરની ભીડભાડથી દૂર, ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું, હરિયાળીઓથી ભરપૂર, તાજી હવા થી ભરપુર સુંદર ઘરમાં બનાવો પોતાના સપનાનું ઘર. ઘર ખરીદવા માટે નીચે લખેલ નંબર પર સંપર્ક કરો” આથી એ વ્યક્તિને જાહેરાતથી ખુશ થઈ ગયો. અને એ નંબર ઉપર ફોન કર્યો.

પરંતુ જ્યારે એને ફોન લાગ્યો ત્યારે તે ચોકી ગયો કારણકે આ જાહેરાત એના જ ઘરની હતી. આ જાણીને તે ખુશીથી ઝૂમી ઊઠ્યો. અને પોતાના મિત્ર ને ફોન લગાવી ને કહ્યું કે હું તો પહેલેથી જ મારા પસંદગીના કહું છું, આથી તું મારું ઘર કોઈને વેચતો નહીં. હું અહીં જ રહેવા માંગુ છું.

આ વાર્તામાંથી એટલું જ સમજવાનું છે કે ઘણા લોકોને પોતાના જીવનથી તકલીફ હોય છે, અને તેઓ જીવન આખું દુઃખી-દુઃખી રહ્યા કરે છે. અને તેઓને બીજા લોકોની જિંદગી ખૂબ આસાન અને સારી લાગે છે. પરંતુ એવું ક્યારેય ન વિચારતા, કારણ કે હોઈ શકે કે તમે જે જીવો છો તે જિંદગી પણ કોઈનું સપનું હોય.

જો કોઇ બીજાના દ્રષ્ટિકોણથી જોશો તો જ તમને તમારી જિંદગીનો મહત્વ સમજાશે.

જો તમને આ સ્ટોરી ગમી હોય તો આ સ્ટોરી ને દરેક મિત્રો તેમજ સગા સંબંધીઓ જોડે શેર કરજો...

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team