ડાયાબિટીસના દર્દી આ 4 ફળ નું સેવન કરે તો નથી વધતું શુગર લેવલ
ડાયાબિટીસ બીમારીનું તમે નામ સાંભળ્યું હશે, ખાસ કરી ને આજ કાલની વાત કરીએ તો ડાયાબિટીસ બીમારી ઘણાને જોવા મળે છે. અને આ બીમારી તેજીથી ફેલાઈ પણ રહી છે કારણકે આપણા અસ્તવ્યસ્ત ખોરાક તેમજ ઘણું ખરું આની પાછળ જવાબદાર છે. આ સિવાય માત્ર મોટી ઉંમરના વ્યક્તિઓમાં થાય તેવું પણ નથી, આ બીમારી ગમે તે ઉંમરના વ્યક્તિને પોતાની ચપેટમાં લઈ શકે છે. ડાયાબિટીસના દર્દી ની વાત કરીએ તો તેઓને થાક વધુ લાગે છે અને વારંવાર તરસ પણ લાગ્યા કરે છે.
જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે માહોલ સારો હોવો જરૂરી છે, સાથે ઘણી વસ્તુ તરીકે ડાયટ નું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. આવું ન કરવાથી દર્દીને વધુ તકલીફ ભોગવવાનો સમય પણ આવી શકે છે. પરંતુ આપણે આજે એક લીસ્ટ લઈને આવ્યા છીએ જેમાં અમુક ફળ ફળાદી છે જેનો ઉપયોગ ડાયાબિટીસનો દર્દી કરે તો તે તેના માટે ફાયદાકારક રહેશે. અને જણાવી દઈએ કે જો તમને ડાયાબિટીસ ના હોય તો તેઓ માટે આ ફળ દવાથી ઓછું નથી.
જાંબુ- જો કે તમને ખબર હશે કે જાંબુ મોસમી ફળ છે.જાંબુ ખાવા માં ગળીયા એટલે કે મીઠા હોય છે. તેમજ સ્વાદિષ્ટ પણ હોય છે. પરંતુ મીઠા હોવાનો એ મતલબ નથી કે ડાયાબિટીસના દર્દી ન ખાઈ શકે. જાંબુ ડાયાબિટીસ દર્દીઓ માટે દવાથી ઓછું નથી. આના બીજને પીસીને ખાવાથી પણ લોહીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.