"જલ્દી હોસ્પિટલે આવો તમારી દીકરીને માથામાં ભયંકર વાગ્યું છે.” માતા-પિતા હોસ્પિટલે પહોંચ્યા ત્યાં તો દીકરી…

દરરોજ સવાર ની જેમ આજે પણ મીરા વહેલી સવારે ૭ વાગ્યે તૈયાર થઈને નીચે આવી. નીચે જોયું તો તેના પિતા સોફા ઉપર સૂઈ રહ્યા હતા, મીરાં થોડી ગભરાઈ ગઈ પરંતુ આ તેની માટે નવીન નહોતું કારણકે અવારનવાર તેના પિતા સોફા પર આવીને નીચે સૂઈ જતા. તરત જ તે ઉપર જઈને પોતાની માતાના બેડરૂમ માં ગઈ, ધીમે ધીમે દરવાજો ખોલી અને જોયું તો બધો સામાન આમતેમ પડ્યો હતો.

તે ફરી પાછી નીચે ગઈ અને કિરણ આંટી પાસેથી પૈસા માગ્યા, કિરણબેન તેના ઘરમાં વર્ષોથી કામ કરતા હતા. તેને મીરા ને પૈસા આપ્યા અને પછી કહ્યું બેટા નાસ્તો નથી કરવો તારે? મીરા એ મોઢું બગાડીને કહ્યું મારે કંઈ નથી ખાવું મને ભૂખ નથી.

તેમ છતાં પહેલેથી તૈયાર કરેલો નાસ્તો તેના ટિફિન બોક્સમાં ભરીને પરાણે તેના બેગમાં કિરણબેન એ ટિફિન બોક્સ રાખી દીધું. તરત જ મીરા કોઈને કશું કહ્યા વગર સ્કૂલે જતી રહી.

કિરણબેન પણ દરરોજનો આ નજારો જોઇને હવે ઉદાસ થઈ જતા હતા એ પણ વિચારવા લાગ્યા કે સાહેબ અને મેડમ વચ્ચે રોજ કંઈક ને કંઈક વાત ઉપર ઝઘડા થતા રહે છે અને એના કારણે જ આ માસુમની જિંદગી બગડી રહી છે. કિરણબેન વિચારતા કે પતિ પત્ની ને આપસમાં બને નહીં તો એમાં છોકરાઓ નો શું વાંક?

પારસ અને પૂજા 14 વર્ષથી લગ્ન કરી ચૂક્યા હતા, પરંતુ દિવસેને દિવસે તેઓ નો ઝગડો જાણે વધતો જતો. પતિ-પત્ની બંને છુટાછેડા લેવા માંગતા હતા પરંતુ બાળકની જવાબદારી બંને એકબીજાને સોંપવા માંગતા હતા.

દરરોજના આ ઝઘડા જોઈને બિચારી 11 વર્ષની મીરા આટલી નાની ઉંમરમાં ઘણી બધી મેચ્યોર થઈ ચૂકી હતી. મીરા ના પિતા અને માતા બન્ને મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા કોઈ જાતની કર્મ ખામી નહોતી પરંતુ બંને એકબીજા સાથે ખૂબ જ ઝગડતા.

મીરા સ્કૂલેથી ઘરે આવીને તરત જ પોતાના રૂમમાં જતી રહેતી. તે તેના માતા-પિતા સાથે કોઈ પ્રકારની કશું વાતચીત કરતી નહીં એને કાંઈ જરૂર હોય તો તરત જ કિરણ આંટી ને કહેતી. કિરણબેન તેને જોઈએ તે લઈ આવતા.

મીરાના માતા-પિતા તો સવારે પોતપોતાની રીતે નાસ્તો કરીને ઘરેથી નીકળી જતા તો ઓફિસેથી રાત્રે પાછા ફરતા. મીરા પાછળથી કઈ રીતે રહે છે એ બંને માતા-પિતા માંથી કોઈ ને જાણે પડી જ નહોતી.

એવામાં એક દિવસ અચાનક મીરાના માતા પૂજા ઉપર સ્કુલ માંથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે જલ્દી હોસ્પિટલે આવો. મીરા ને ખૂબ જ ગંભીર લાગ્યું છે. તરત જ માતા-પિતા બંને હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ત્યાં જઈને ખબર પડી કે મીરા ઘણી ઉપર થી નીચે પડી ગઈ છે અને હાલ આઈસીયુમાં છે. ડોક્ટરે તેના ઓપરેશન માટે વાત કરી એટલે માતા પિતા તરત જ તૈયાર થઈ ગયા અને થોડા જ સમયમાં ઓપરેશનની તૈયારી થઈ રહી હતી.

માથામાં લાગેલું હોવાથી ખૂબ જ ગંભીર મામલો હતો ઓપરેશન શરૂ થયું થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું સોરી અમે મીરાંને નથી બચાવી શક્યા.

પારસ અને પૂજા આ સાંભળીને સ્તબ્ધ રહી ગયા, ઓપરેશનના થોડા જ સમય પછી મોત સામે જિંદગી હારી ગઈ. બંને લોકો ત્યાં હોસ્પિટલમાં જ બેઠા હતા પરંતુ એવો આઘાત લાગ્યો હતો કે બંને માં કશું ભાન નહોતું રહ્યું, એવામાં તરત જ મીરાના દાદા અને દાદી પણ હોસ્પિટલે આવ્યા અને સમાચાર સાંભળીને બંનેના પગ તળેથી જમીન ખસી ગઈ એવો આઘાત લાગ્યો હતો.

એક્સિડન્ટ નો મામલો હોવાથી દરેક લોકોની પૂછતાછ કરવામાં આવી અને સ્કૂલમાં ટીચર તેમજ સાથે રહેલા વિદ્યાર્થીઓ બધાના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા અને બધા લોકોએ લગભગ એક જેવી વાત કરી કે બેલેન્સ બગડી જવાથી મીરા અચાનકજ નીચે પડી ગઈ.

મીરા ની અંતિમ વિધિ કરવામાં આવી, એક પછી એક દિવસો વિતતા ગયા. ૧૩ દિવસ પછીની વિધિ પણ કરવામાં આવી. તેરમું પૂરું થયા પછી માતા-પિતા થોડા સ્વસ્થ થયા. પારસે તેના માતા-પિતા એટલે કે મીરાના દાદા-દાદીને ઘરે રોકવાની ઘણી કોશિશ કરી પરંતુ દાદા અને દાદી રોકાયા નહીં.

દાદા તો તેની અંદર જ ઘણો આઘાત સહન કરીને બેઠા હતા પરંતુ મીરાની દાદી થી રહેવાયું નહીં અને તે બોલી ગયા કે અમે આ ઘરમાં આવે ન રહી શકીએ, તમે બંને એ ભેગા થઈને મીરા નો જી*વ લઈ લીધો છે. અમે તેને અમારી સાથે રાખવા માંગતા હતા પરંતુ તમારા બંનેના અભિમાન એ તેનો જીવ લઇ લીધો. આટલું કહીને દાદા દાદી બંને ત્યાંથી ચાલ્યા ગયા.

ઘરમાં કામ કરનાર કિરણબેન ને પણ ખુબ જ આઘાત લાગ્યો હતો પરંતુ ધીમે ધીમે સમય વીતતો ગયો એમ પોતે સ્વસ્થ થતા ગયા. થોડા દિવસ પછી પારસ ના ઘરે આવીને કિરણબેન એ કહ્યું સાહેબ મેડમ હવે હું અહીં કામ કરી શકું એવી સ્થિતિમાં નથી કારણકે અહીં આવું ને તરત જ મને મીરા યાદ આવે છે. ઘણી વખત મીરાંને મેં મારા ખોળામાં સુઈ જતી ત્યારે અથવા પછી છુપાઈ છુપાઈને તેને રડતા જોઈ છે. ઘણી વખત મને મીરા ને લઈને ભાગી જવાનું મન થયું હતું પરંતુ અફસોસ કે હું એ પગલું ન ભરી શકે કદાચ જો એવું કર્યું હોત તો આજે મીરા જીવતી હોત.

એક પછી એક બધા લોકો જતા રહ્યા પારસ અને પૂજા બંનેને જાણે સત્ય સમજાઈ ગયું હતું કે તેના ઝઘડા ના હિસાબે શું થઈ બેઠું. મીરાના ગયા પછી તેના ઝઘડાઓ જાણે પૂરા થઈ ગયા.

તે બંનેની બધી લાગણી જાણે અંદર જ રહી જતી હતી. હજુ બંનેમાંથી કોઈએ નોકરીએ જવાનું પણ ચાલુ નહોતું કર્યું બંનેમાંથી કોઇ આઘાતમાંથી બહાર નહોતું આવ્યું. એક દિવસ સ્વસ્થ થઈને પૂજા મીરા ના રૂમ માં ગઈ. તેને રૂમમાં જવા માટે પણ ઘણી હિંમત ની જરૂર પડી હતી. કારણકે છેલ્લે તે મીરા ના રૂમ માં ક્યારે ગઈ હતી એ પણ તેને યાદ નહોતું.

મીરાના રૂમ બધું એવી જ રીતે ગોઠવાયેલું હતું જેવું કાયમ રહેતું. બધી વસ્તુઓ તેના જગ્યા પર જ હતી. મીરા નો કબાટ ખોલીને અંદર જોયું તો તેનો નાઈટ ડ્રેસ પણ ત્યાં જ પડ્યો હતો. કપડાં ખોલીને જોવા લાગી. ત્યાં અચાનક જ તેમાંથી એક ચિઠ્ઠી નીચે પડી.

પૂજા એ ચિઠ્ઠી લઈને જોવા લાગી. પરંતુ એ ચિઠ્ઠી માં શું લખ્યું હશે એ વિચારીને તેના હાથ ધ્રૂજવા લાગ્યા… ચિઠ્ઠીમાં લખ્યું હતું

મમ્મી પપ્પા હું આ ચિઠ્ઠી તમારા માટે લખી રહી છું. પરંતુ હું આમાં મારા પ્રેમાળ મમ્મી પપ્પા એવું નહીં લખું કારણકે પ્રેમાળ નો મતલબ પ્રેમ કરનાર થાય છે. જ્યારે મેં ઘણી વખત સાંભળ્યું છે કે પપ્પા મમ્મીને કહે છે તારી દીકરી અને મમ્મી પપ્પાને કહે છે તમારી દીકરી. તમે બંને એમ કેમ નથી કહી શકતા કે આપણી દીકરી.

પૂજા પોતાના આંખમાંથી આંસુ રોકી ન શકી અને આગળ વાંચવા લાગી…

આગળ લખ્યું હતું…

પપ્પા હું તમારી સાથે કેન્ડી ખાવા માટે જવા માંગતી હતી પરંતુ તમે કહ્યું કે આવી બધી ફાલતુ ની વસ્તુઓ માટે તમારી પાસે ટાઈમ નથી. જ્યારે હું માસીના ઘરે ગઈ હતી ત્યારે એ લોકો મને કેન્ડી ખવડાવવા લઈ ગયા હતા તો એ લોકો એ કેમ મને આવા ફાલતુ વસ્તુઓ ન કહી. હું આ ઘરે થી એકદમ દૂર જવા ઇચ્છતી હતી કારણકે મારે ક્યારેય સાંભળવું નહોતું કે મીરા ને હું નહી રાખી શકું.

મમ્મી તમે મને એક પણ દિવસ એવું સામેથી નહોતું પૂછ્યું કે તારે શું ખાવું છે. જ્યારે મારા બધા મિત્રો ના લંચબોક્સમાં કાયમ તેઓને મનગમતી વાનગી ઓ આવતી. અને મેં તમને એક વખત નુડલ્સ બનાવવા માટે કહ્યું હતું તો તમે મને કહ્યું હતું કે તું મને ડિસ્ટર્બ ન કર તારે જે ખાવું હોય તે કિરણબેન ને કહી દેજે. મેં નૂડલ્સ ખાવાનું જ છોડી દીધું છે કારણકે હવે મને નૂડલ્સ ખાવાનું મન જ નથી થતું.

પપ્પા જો હું મોટી થઇ ચુકી હોત તો હું તમને ક્યારેય પણ હેરાન ના કરત અને સામેથી જ કોઈ જગ્યાએ જતી રહેત. હું તમને બંનેને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ તમે મને કેમ પ્રેમ નથી કરતા?

એ ચિઠ્ઠીમાં થોડા નીચે લખ્યું હતું કે અને કિરણ આંટી હું તમને પણ કંઈક કહેવા માગું છું. કિરણ આંટી તમારો ખુબ ખુબ આભાર જ્યારે પણ મને ડર લાગતો ત્યારે તમારી પાસે મને સુવા માટે કહેતા એ માટે અને હું જે પણ કંઈ કહું તે સાંભળવા માટે તમારો ખુબ ખુબ આભાર.

દાદા દાદી ને પણ હું કંઈક કહેવા માગું છું. દાદા દાદી મને અહીંથી લઈ જાઓ હું તમને કોઈ દિવસ હેરાન નહીં કરું. એ વાતનું પ્રોમિસ કરું છું. પ્લીઝ મને લઈ જાઓ…

ચિઠ્ઠી વાંચીને પૂજા જોર જોર થી રડવા લાગી તેનો રડવાનો અવાજ સાંભળીને તરત જ પારસ પણ ઉપર આવ્યો તેના હાથમાં રહેલી ચિઠ્ઠી લઈને આખી ચિઠ્ઠી વાંચી.

થોડા સમય પછી પૂજાએ રડતાં રડતાં કહ્યું ખબર છે પારસ… આપણી દીકરી નું એકસીડન્ટ નહોતું થયું તેને આત્મહત્યા કરી છે. જે બાળકને આપણે જે સંબંધને આપણે બોજ સમજી રહ્યા હતા એ બોજમાંથી હવે મીરા આપણને આઝાદ કરીને જતી રહી છે. આપણે બંનેએ મળીને મીરા નો જીવ લીધો છે. મીરાની દાદી ની વાત અત્યંત સાચી હતી. બંને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા પરંતુ હવે અફસોસ કર્યા સિવાય કોઇ જ રસ્તો બાકી નહોતો.

ભલે કદાચ આ સ્ટોરી કાલ્પનિક હશે પરંતુ આ સ્ટોરી માથી ઘણું શીખવા મળે છે કે જે જગ્યાએ માતા-પિતા બાળકો સામે ઝગડતા રહે છે. અથવા અલગ થઈ જાય છે એનું સૌથી વધારે નુકસાન બાળકો ઉપર થાય છે. જે લોકો બાળકો નું પાલન પોષણ સારી રીતે નથી કરી શકતા એ લોકોને ખરેખર બાળકોને જન્મ ન આપવો જોઈએ અને સારુ પાલન પોષણ કરવા માટે પૈસાની જરૂર છે એવું જરા પણ હોતું નથી.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ સ્ટોરી ને બધા લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

first appeared on justgujjuthings.com

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team