જમીનદારે ખેડુતને પૈસા આપ્યા હતા એના બદલામાં એવી માંગણી કરી કે ખેડુત અને તેની દિકરી બંને સાંભળીને...

ઘણા સમય પહેલાની વાત છે, એક ગામડામાં ખેડૂત રહેતો હતો. ખેડૂતને એક ખુબ જ સુંદર દીકરી હતી. બદનસીબે આ ખેડૂતે ગામડાના કોઈ જમીનદાર પાસેથી ઘણા ખરા પૈસા ઉધાર લીધેલા હતા. એ જમીનદાર ની ઉંમર પણ ખુબ જ મોટી હતી અને માણસની દ્રષ્ટિએ પણ એ જમીનદાર જરાપણ સારો નહોતો.

એ ઘરડા જમીનદારને એક વખત વિચાર આવ્યો કે આ ખેડૂત ને જે પૈસા આપેલા છે એના બદલે એ ખેડૂત ની દીકરી સાથે લગ્ન કરીશ એવી વાત ખેડૂતને રજૂ કરવાનો વિચાર આવ્યો.

પોતાને આવો વિચાર આવ્યો એટલે જમીનદાર ખેડૂત પાસે ગયો અને ખેડૂતને કહ્યું કે તું તારી દીકરી ના લગ્ન મારી સાથે કરાવી દે, અને એની સામે બદલામાં હું તારું બધું દેવું માફ કરી આપીશ. જમીનદાર ની વાત સાંભળીને ખેડૂત ના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. ખેડૂત ની દીકરી પણ તે મકાનમાં અંદર ઉભી-ઉભી બધી વાતો સાંભળી રહી હતી. તેના પણ હોશ ઉડી ગયા.

પરંતુ ખેડૂત મજબુર હતો તેમ છતાં તેણે જમીનદારને કહ્યું કે આપણે એક કામ કરીએ, આપણે ગામડાની પંચાયત પાસે જઈએ અને એ જે નિર્ણય લેશે એ નિર્ણય આપણે બંનેને માનવો જ પડશે. એટલે ખેડૂત, પેલો જમીનદાર અને તેની દીકરી એમ બધા લોકો ભેગા થઈને પંચાયત પાસે ગયા.

પંચાયતમાં જઈ ને આખી વાતની રજૂઆત કરી, અને પૂછ્યું કે હવે શું કરવું? પંચાયતે થોડો વિચાર કર્યો ત્યાર પછી કહ્યું કે આ બાબત તો ખૂબ જ અઘરી છે અને આનો નિર્ણય કેમ કરવો એ પણ ખૂબ જ જટિલ છે. એટલા માટે આપણે આ નિર્ણય નસીબ પર છોડી એ છીએ.

ખેડૂતે કહ્યું એટલે તમે શું કહેવા માંગો છો? એટલે પંચાયત એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું જમીનદાર તેની સામે રહેલા પથ્થરોના ઢગલા માંથી એક કાળો અને એક સફેદ પથ્થર ઉઠાવીને એક થેલીમાં મુકશે. પછી ખેડૂત ની દીકરી એ થેલીમાંથી આંખે પાટો બાંધીને એટલે કે દેખાય નહીં એવી રીતે એક પથ્થર ઉઠાવશે, અને એ પથ્થર મા ત્રણ વિકલ્પ હશે.

જો તે કાળો પથ્થર ઉઠાવશે તો દીકરી જમીનદાર સાથે લગ્ન કરવા પડશે અને તેના પિતાનું બધું દેવું માફ કરી દેવામાં આવશે.

જો તે સફેદ પથ્થર ઉઠાવશે તો દીકરીએ જમીનદાર સાથે લગ્ન નહીં કરવા પડે અને તેના પિતાનું બધું દેવું પણ માફ થઈ જશે.

અને જો દીકરી પથ્થર ઉઠાવવા માટે ના પાડી દેશે તો તેના પિતાને જેલ હવાલે કરી દેવામાં આવશે.

પંચાયતના આદેશ અનુસાર જમીનદાર પથ્થરના ઢગલા પાસે જઈને થોડો વાંકો વળીને થેલીમાં બે પથ્થર નાખ્યા. જ્યારે તે પથ્થર લેવા માટે વાંકો વળ્યો ત્યારે ખૂબ જ તેજ નજર વાળી ખેડૂત ની દીકરીએ જોઈ લીધું હતું કે એ જમીનદારે બંને પથ્થર કાળા જ ઉપાડ્યા છે. અને પથ્થર ઉપાડી ને તરત જ તેને થેલી માં નાખી દીધા. અને એ થેલીને ત્યાં જ બાજુમાં રાખી દીધી.

આ સ્થિતિ દીકરી સામે આવી એટલે તે ગભરાયા વગર વિચારવા લાગી કે હવે તે શું કરી શકે છે?, દીકરી સામે હવે ત્રણ રસ્તા તેને નજરે આવી રહ્યા હતા જો તે પથ્થર ઉપાડવાની ના પાડી દે તો તેના પિતાને જેલ હવાલે કરવામાં આવે. બીજુ તે બધા લોકોને સાચી હકીકત જણાવી દે કે જમીનદાર થેલીમાં બંને પથ્થર કાળા નાખીને દગો કર્યો છે. અને ત્રીજા ઉપાય તરીકે એ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ કાળો પત્થર ઉઠાવી લે અને પોતાના પિતાને દેવામાંથી બચાવવા માટે એ જમીનદાર સાથે અનિચ્છાએ પણ લગ્ન કરીને પોતાના જીવનનું બલિદાન આપી દે.

આ બધા રસ્તાઓમાંથી તેને શું કરવું તે વિચાર કરી રહી હતી. અંતે તે દીકરી એવો વિચાર કર્યો કે તે બધા માણસોની વચ્ચે એ જમીનદારને ખોટો સાબિત કરશે અને બધાને જણાવશે કે જમીનદાર એ તેની સાથે દગો કર્યો છે. કારણકે જમીનદારે જાણીજોઈને તે થેલીમાં બંને માત્ર કાળા પથ્થર જ નાખ્યા હતા. તે હજુ બોલવા માટે આગળ વધી રહી હતી ત્યાં જ તેને અચાનક એક નવી યુક્તિ સુજી.

તે પથ્થર ઉપાડવા માટે આંખે પાટો બાંધવો લાગી અને તે થેલી પાસે ગઈ, થેલી પાસે જઈને પોતાનો એક હાથ અંદર નાખીને તેમાં થી એક પત્થર એના હાથમાં લીધો. એના હાથમાં રહેલો પથ્થર તેની મુઠ્ઠીમાં હતો, હજુ એ પથ્થર નો કલર કયો છે તે જોવા માટે તે મુઠ્ઠી ખોલે તે પહેલાં જ તે દીકરી એ એવું નાટક કર્યું કે તે પડી ગઈ. હવે તેના હાથમાં રહેલો પથ્થર ત્યાં પડેલા અસંખ્ય પથ્થરો સાથે ભેગો થઈ ગયો, એ પથ્થર હવે મળવો શક્ય જ નહોતો.

એટલે તે દીકરી એ પછી આંખે પાટો ખોલી અને જણાવ્યું કે હું પણ કેવી લાપરવાહ છું, મને દેખાયું નહીં અને હું પડી ગઈ. પરંતુ વાંધો નહીં, તમે લોકો પેલી થેલીમાં જોઈ લો કે કયો પથ્થર તે થેલીમાં હવે પડ્યો છે? બીજો પથ્થર જોઇને ખબર પડી જશે કે મેં ક્યા કલરનો પથ્થર ઉપાડ્યો હતો.

થેલીમાં પહેલેથી જ કાળા કલરનો પથ્થર હાજર હતો. પંચાયત સહિત ત્યાં હાજર રહેલા બધા લોકોએ માની લીધું કે દીકરીએ સફેદ પથ્થર જ ઉપાડ્યો હતો. અને ત્યાં હાજર રહેલા જમીનદાર માં એવી હિંમત હતી જ નહીં કે તે પોતાની ચોરીને કબૂલ કરી લે, એક તેજ દિમાગ ધરાવતી દીકરીએ પોતાના વિચારથી અસંભવને પણ સંભવ બનાવી દીધું.

ભલે આ વાર્તા કાલ્પનિક જ હશે, પરંતુ આપણા જીવનમાં પણ અવારનવાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપણને આજુબાજુમાં બધું ધૂંધળું દેખાવા લાગે છે. આપણને એમ જ લાગ્યા કરે છે કે દરેક રસ્તો હવે અસફળતા તરફ લઇ જશે. આપણે જો એવા સમયમાં આપણું ધૈર્ય તેમજ ગભરાયા વગર તો શાંતિપૂર્ણ રીતે વિચાર કરીએ તો કોઈપણ સમસ્યાનો હલ મળી જાય છે. અને આપણે આપણી રીતે જ મુશ્કેલીઓને દૂર કરી શકીએ છીએ.

કોઈએ ખુબ સુંદર કહ્યું છે કે જો તમે તમારી ટેવ બદલો તો તમારી જિંદગી પણ બદલી શકે છે, અને જો એવું ન બદલી શકો તો જિંદગીમાં એ જ થતું આવે જે પહેલેથી થતું આવ્યું છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરી અને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team