જીવ લઈ શકે છે લીવર ની બીમારી, આ લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો
દર વર્ષે આજે એટલે કે ૧૯ એપ્રિલના દિવસે લીવર સંબંધિત બીમારીઓ ના વિશે જાગૃતતા લાવવા માટે વર્લ્ડ લીવર ડે મનાવવામાં આવે છે. એક સંગઠન અનુસાર લીવર ની બીમારી ભારતમાં મૃત્યુનું દસમું સૌથી મોટું કારણ છે. લિવર આપણા શરીરના ડીસામાં મહત્વનું અંગ છે કારણકે પાચનમાં તેની અહમ ભૂમિકા હોય છે. અને ખૂબ જ જરૂરી બને છે કે આપણે આપણા લીવરનું ખાસ ધ્યાન રાખજો, તો ચાલો જાણીએ આ બીમારી ના લક્ષણ અને બચાવ.
જ્યારે લીવરમાં ફેટ નિશ્ચિત માત્રા થી વધુ થઈ જાય ત્યારે તેને ફેટી લીવર રોગ કહેવામાં આવે છે, સામાન્ય પણ લીવરમાં ચરબીની માત્રા પાંચ ટકાથી પણ ઓછી હોવી જોઈએ, આનાથી વધારે ચરબી જમા થાય ત્યારે ખતરો વધી જાય છે.
આનાથી સ્વાભાવિક છે કે તમને જાણવાનું મન થશે કે લીવરમાં ચરબી કઈ રીતે વધે છે? તેના કારણોમાં વ્યક્તિનું વધારે વજન, મદિરાનું સેવન, તેમજ ડાયાબિટીસ વગેરે લીવરમાં ચરબી વધારવા ના મુખ્ય કારણોમાં એક છે.
લક્ષણો
જ્યારે કોઈ વ્યક્તિને કમળો થઇ જાય, વધારે પડતા ઓડકાર આવવા લાગે, ખાવાનું ખાધા પછી પેટ ફૂલી જાય અને પાચનતંત્ર માં ફેરફાર જણાય એટલે કે બગડી જાય તો સૌપ્રથમ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. કારણ કે આ મુખ્ય લક્ષણો છે જેના કારણે લીવર ની બીમારી હોઈ શકે છે.