જો બાળકોને ખૂબ જ લાડકોડથી ઉછેરો છો તો આવું પણ બની શકે, દરેક માતા-પિતા સુધી આ સ્ટોરીને પહોંચાડજો…

માતા-પિતા તેના બાળકને દુનિયાની બધી ખુશીઓ આપવા માંગતા હોય છે એ વાત સંપૂર્ણ સત્ય છે. અને બાળક તરીકે આપણે પણ નાનપણમાં ઘણી વસ્તુઓ લેવાની માંગણી કરી હોય તો માતા-પિતા તે લઈ આપતા હોય છે. અને એવી જ રીતે કોઈપણ બાળક ને તેના માતા-પિતા દુનિયાની બધીજ ખુશીઓ આપવા માંગે છે કારણ કે માતા-પિતા માટે તેનું બાળક એ જ તેની દુનિયા બની જાય છે.

આપણે ઘણી જગ્યાએ જોયું હશે કે ઘણી વખત માતા-પિતા બાળકની સારસંભાળ તો રાખે છે પરંતુ અમુક જરૂરી વસ્તુઓ છે તેનાથી બાળક વંચિત રહી જાય એવું પણ બને કારણ કે વધારે પડતી સારસંભાળ રાખવામાં આવે તો સંતાનને બધું તૈયાર મળી જાય તો એ ઘણી વસ્તુઓ શીખવા થી વંચિત રહી શકે છે.

આ સમયની જ વાત કરવામાં આવે તો અત્યારે ઘણા માતાપિતા એવા હશે જે તેના બાળકને સૌથી સારી સ્કૂલમાં એડમિશન અપાવશે, બાળકને કંઈ પણ મહેનત ન કરવી પડે અથવા તેઓ ની જીંદગી ભૌતિક સુખ-સગવડ તમારી અને આનંદથી રીતે તેના માટે બાળકો માટે તેઓ ઘણો ભોગ આપે છે. પરંતુ આપણે એક વસ્તુ વિચારવાની જરૂર છે કે અત્યંત લાડકોડથી અને સારસંભાળ રાખવા થી શું બાળક પર બીજી કંઈ અસર પડી શકે છે?

આ વાતને બરાબર સમજવી હોય તો એક સ્ટોરી અચુક વાચવા જેવી છે, એક વખત બગીચાની સાર સંભાળ કરનારો માળી બગીચામાં કામ કરીને પાસે રહેલી એક બેંચ પર બેઠો હતો. પોતાનું કામ થઈ ગયું હોવાથી તે બેઠો બેઠો બગીચા ને નિહાળી રહ્યો હતો અને બગીચામાં બીજું કંઈ કામ નથી ને એ તપાસી રહ્યો હતો. એવામાં બાજુમાં રહેલા એક વૃક્ષ પરથી એક કોશેટો નીચે આવીને પડે છે. એ કોશેટામાંથી એક પતંગિયું બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું એ પેલો માળી બેઠો બેઠો નિહાળી રહ્યો હતો. માળીનું કામ બધું પૂરું થઈ ગયું હોવાથી તે લગભગ કલાકો સુધી પતંગિયાના બહાર નીકળવાના સંઘર્ષ ને જોઈ રહ્યો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts