જો બાળકોને ખૂબ જ લાડકોડથી ઉછેરો છો તો આવું પણ બની શકે, દરેક માતા-પિતા સુધી આ સ્ટોરીને પહોંચાડજો…

પછી તે માણસ એ નક્કી કર્યું કે તે પોતે આ પતંગિયાની મદદ કરશે, અને મનમાં નક્કી કરીને આજુબાજુ કોઈ વસ્તુ શોધવા લાગ્યો. બાજુમાં એક લાકડી જવું પડ્યું હતું એ લાકડી લઈને તેણે કોશેટા નો એક ભાગ તોડી નાખ્યો, તેને એટલા માટે તોડી નાખ્યો કે જેથી કરીને પતંગિયું સરળતાથી કોશેટામાંથી બહાર આવી શકે.

તેણે આવું કર્યું તેના પરીણામ સ્વરૂપે કોશેટામાંથી પતંગિયું તો બહાર આવી ગયું પરંતુ તે સંપૂર્ણપણે વિકસિત થયું ન હતું. એક પાંખ પતંગિયામાં હતી જ નહીં. અને પતંગિયા નો એક ભાગ પણ ફુલાઈ ગયો હતો, તે માણસની નજર પતંગિયા પર હતી. પરંતુ પતંગિયુ ઊડી રહ્યું નહોતું, ઘણા સમય સુધી તે માણસ ત્યાં બેસી રહ્યો પરંતુ પતંગિયુ ઊડી જ ન શક્યું.

તે માણસે સામાન્ય રીતે જોઈએ તો પતંગિયાને બહાર નીકળવા માટે મદદ કરી હતી પરંતુ સાથે સાથે એક અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે માણસે પતંગિયાના સંઘર્ષની પ્રક્રિયાને જ ખતમ કરી નાખી હતી અને એટલે જ કદાચ પતંગિયું અવિકસિત રહી ગયું. આ ખૂબ જ સમજવા જેવી વાત છે કે સંઘર્ષ એ આપણી શક્તિને હંમેશા વધારે છે.

આપણા બાળકો ને આ સ્ટોરી સાથે સરખાવવામાં આવે તો આપણા બાળકો પણ પતંગિયા જેવા છે, તેઓના જીવનમાં આવેલા સંઘર્ષ અને તમે જોઈ શકો છો, પરંતુ તેના સંઘર્ષ અને ખતમ કરવાની કોશિશ ન કરવી. એનાથી પરિણામ એ મળશે કે તમારા બાળકોની સંઘર્ષ કરવાની ક્ષમતા જ ઓછી થવા લાગશે અને એવું પણ બને કે તેઓની સંઘર્ષ કરવાની ક્ષમતા જ ખતમ થઈ જાય.

આ સ્ટોરીનો ખૂબ જ સરળ સાર છે કે સંઘર્ષ એ જીવનનો એક ભાગ છે, તે આપણા જીવનને મુશ્કેલીઓથી ભરેલું નહીં પરંતુ તે આપણને સંપૂર્ણ બનાવે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts