જો તમે દીકરી અથવા વહુ હોય તો આ સ્ટોરી અચૂક વાંચી લેજો, ખૂબ જ સમજવા જેવી છે

એક ઘરની આ વાત છે દીકરો મોટો થઈ ગયો હતો એટલે તેના લગ્ન માટે વાતો ચાલી રહી હતી, એવામાં સારું પાત્ર મળતાની સાથે જ દીકરા દીકરી ને એકબીજા સાથે મેળવ્યા, તે બંને લોકોએ પણ એકબીજાને પસંદ કર્યા એટલે સગાઈ નક્કી કરવામાં આવી.

જોતજોતામાં બંનેના લગ્ન પણ થઇ ગયા. દીકરો અને વહુ પ્રેમથી રહેતાં હતાં. અને સાસુ અને વહુના સંબંધની વાત કરીએ તો જે રીતે ઘણા લોકોનું માનવું છે કે સાસુ વહુ માં નાના મોટા ઝઘડા થતા જ રહે છે એવું આ પરિવારમાં બિલકુલ હતું નહીં, વહુ અને સાસુ એકબીજા સાથે હળી મળીને રહેતા હતા.

પરંતુ એક દિવસ અચાનક એવું બન્યું કે જે પ્રસંગ વાંચીને તમને મનોરંજન તો મળશે પરંતુ જો તમે વહુ હોય તો તમે આ 1પ્રસંગ વાંચીને ખુશ પણ થઇ જશો.

સાસુ અને વહુ બંને પ્રેમથી રહેતા, એક વખત સાસુ ને બહેનપણીઓ ઘરમાં આવી હતી, મહેમાન આવ્યા એટલે તરત જ વહુ બધા માટે પાણી લઈને આવી. બધા લોકોએ પાણી પીધું, વહુ ફરી પાછી રસોડામાં જતી રહી.

ઘરમાં રસોડું એવી જગ્યાએ હતું કે બહાર ટીવી ચાલુ હોય અથવા કોઈ વાતો કરી રહ્યું હોય તો એ રસોડામાં ઉભા ઉભા સાંભળી શકાય. સાસુ ની બહેનપણીઓ આવી હતી, તેઓ એક પછી એક વહુ વિશે બોલી રહી હતી.

બધા લોકો વહુ ના વખાણ કરી રહ્યા હતા. એટલે આ બધાના જવાબમાં સાસુ પણ સામે કહી રહ્યા હતા એમાં વહુ એ સાંભળ્યું કે સાસુ મહેમાનોને કહી રહ્યા છે કે દીકરી તો સાકર જેવી હોય અને વહુ એ મીઠા જેવી હોય.

જે સાસુ સાથે પ્રેમથી વહુ રહેતી હતી એ વહુ એ સાસુ ના મોઢે આવા શબ્દો સાંભળ્યા એટલે તેને ખોટું લાગી ગયું. તે અંદર ને અંદર વિચાર કરવા લાગી કે સાસુ મારા વિશે આવું શું કામ બોલ્યા હશે?

થોડા સમય પછી સાસુએ કહ્યું બેટા થોડો નાસ્તો લઇ લેજે આટલું કહીને સાસુ પોતે પણ રસોડામાં આવ્યા અને નાસ્તો તૈયાર કરાવવા લાગ્યા. બધા લોકોએ નાસ્તો કર્યો, મહેમાન જતા રહ્યા.

પરંતુ જ્યારે સાસુ અંદર રસોડામાં નાસ્તો કઢાવવા માટે ગયા હતા ત્યારે તેને વહુનો વર્તન થોડું અજુગતું લાગ્યું, મહેમાન જતા રહ્યા પછી પણ વહુ નું વર્તન જુદું જુદું હતું.

પરંતુ સાસુ ને થયું કે કોઈ વાત હશે જે તેના મનમાં હશે, અડધો દિવસ પસાર થઈ ગયો પરંતુ હજુ પણ વહુ નો ચહેરો ઉદાસ હતો.

આખરે સાસુ એ વહુ ને પૂછ્યું કે શું થયું બેટા, તને કોઈ વાત પરેશાન કરી રહી છે. કે કોઈ વાતનો ખોટું લાગ્યું છે? વહુએ જવાબ આપતા કહ્યું તમે મહેમાન સામે એવું કેમ બોલ્યા હતા કે દીકરી તો સાકર જેવી હોય છે જ્યારે વહુ તો મીઠા જેવી હોય છે.

ત્યારે સાસુ પહેલા તો હસવા લાગ્યા, આશ્ચર્ય સાથે સાસુ સામે જોયું તો સાસરે જવાબ આપતા કહ્યું કે મેં જે મહેમાન સામે કહ્યું હતું તેનો અર્થ હકીકતમાં તું સમજી જ નથી, એનો અર્થ એવો છે કે દીકરી તો હંમેશા સાકર જેવી હોય એટલે કે દીકરી આપણને દરેક રૂપમાં મીઠી લાગે. જ્યારે વહુ એ મીઠા જેવી હોય છે જેનું કરજ આપણે ચૂકવી નથી શકતા, અને જેમ મીઠા વગર રસોઈ બેસ્વાદ થઇ જાય એ રીતે વહુ ન હોય તો પણ દરેક વસ્તુ બેસ્વાદ લાગે...

વહુને મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ ગઈ, અને તે મનોમન ખુશ થઇ ગઈ. આજે તેને તેના સાસુ માટે પહેલેથી વધારે માન થઈ ગયું.

જો તમે પણ વહુ હોય તો ખુશ થાઓ, કારણકે તમે સર્વશ્રેષ્ઠ છો. ખરેખર સ્ત્રી એક એવું હજી પાત્ર કહી શકાય જેની હાજરીને કોઈ નોંધ લે અથવા ન લે પરંતુ તેની ગેરહાજરી વગર દરેક વસ્તુઓ બેસ્વાદ લાગે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

first appeared on justgujjuthings.com

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team