જો તમે કોઈ ને સાચો પ્રેમ કરતા હોય તો આ સ્ટોરી અચૂક વાંચજો

એક કપલ હતું, 25 વર્ષથી તેઓના લગ્ન થઈ ચૂક્યા હતા. અને બંને પતિ પત્ની એકદમ ખુશીથી એકબીજા સાથે રહેતા. તેઓની વચ્ચે લગભગ જ કોઈ ઝઘડો થયો હશે, એટલે કે સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એક આદર્શ પતિ પત્ની હતા જેઓની સમાજમાં પણ ઘણી નામના હતી અને તેઓ સમાજ માટે એક આદર્શ કપલ બનીને જ રહ્યા હતા.

લગ્નના 25 વર્ષ વીતી ચુક્યા હતા, પરંતુ પતિ અને પત્ની ના પ્રેમ ની વચ્ચે જરા પણ ફેર પડ્યો ન હતો. તેઓ બંને એકબીજાને પહેલાં જેવો જ પ્રેમ કરતા હતા.

એક દિવસની વાત છે, 25 વર્ષ આજે લગ્ન અને પૂરા થયા હતા. એટલે સવારથી પતિ અને પત્ની બંને એકદમ વ્યવસ્થિત તૈયાર થઈને પોતાના રૂમ માં થી બહાર નીકળ્યા અને એકદમ સજી-ધજીને નીચે આવ્યા.

તેઓના લગ્નને આજે 25 વર્ષ પુરા થયા હતા દીકરા અને વહુ ને પણ ખબર હોવાથી તેના માટે સ્પેશિયલ નાસ્તો પણ જાણે તૈયાર હતો, બંને પતિ પત્ની સાથે બેસીને નાસ્તો કર્યો. ખૂબ મજા કરી એમ કરતા કરતા ધીમે ધીમે સાંજનો સમય થયો.

દીકરો અને વહુ બંને બહાર હતા, પતિ અને પત્ની બંને સાથે બેઠા બેઠા ચા પી રહ્યા હતા. પ્રેમ તો બંનેમાં ખૂબ જ હતો પરંતુ ખબર નહીં થોડા સમયથી એવું લાગી રહ્યું હતું કે જાણે સંબંધો ઉપર સમય નામની ધૂળ જામી રહી છે. ફરિયાદો ધીમેધીમે વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું.

એવામાં બન્ને વાતો કરી રહ્યા હતા કે અચાનક પત્નીએ પોતાના પતિ સામે એક વાત રજૂ કરી કે તે પોતાના પતિને ઘણી બધી વાતો કહેવા માંગતી હોય છે પરંતુ તેઓની પાસે સમય જ નથી હોતો જેથી એક સાથે બેસીને એકબીજા વાત કરી શકે.

એટલે પત્નીએ કહ્યું કે એક કામ કરો, હું બે ડાયરી લઈ આવું છું. અને આપણી જે પણ કંઇ ફરિયાદ હોય તે આપણે આખા વર્ષ સુધી આ ડાયરીમાં લખતા રહીશું. અને આવતા વર્ષે બિલકુલ આ જ સમયે અને આ જ દિવસે આપણે આ ડાયરી વાંચી શુ જેથી આપણને ખબર પડી શકે કે આપણામાં શું ખામી છે અને તે ખામી ની ભરપાઈ કરી શકીએ.

પતિએ પણ પત્નીના વિચારને સમર્થન આપતાં કહ્યું કે વિચારતો ખૂબ જ સારો છે. મને વિચાર ખૂબ જ પસંદ આવ્યો.

હવે તો પતિનુ પણ સમર્થન મળી જતા તુરંત જ પત્ની બે ડાયરી લઈ આવી અને એક પોતાના પતિને અને એક પોતાની પાસે રાખી લીધી.

અને જે રીતે ચર્ચા થઈ હતી તે રીતે લખવા માંડ્યા, સમય વીતતો ગયો. જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને આવતા વર્ષે ફરી પાછા પોતાના લગ્નના દિવસે એટલે કે પોતાની એનિવર્સરી ના દિવસે બંને તે જગ્યા ઉપર ભેગા થયા અને બંને પોતાની ડાયરી સાથે આવ્યા હતા.

પત્ની જેવી આવી કે તરત જ પતિએ કહ્યું કે તુ પેલા તારી ડાયરી મને આપ, તો પત્નીએ કહ્યું કે ના તમે પહેલા મને આપો. થોડી વખત સુધી તો આ જ અસમંજસ ચાલતી રહી કે પહેલા કોણ ડાયરી વાંચે.

અંતે પત્ની ની ડાયરી પતિએ લઈને વાંચવાની શરુ કરી. પહેલું પેજ, બીજું page, એવી રીતે વાંચવાની શરુ કરી…

જેમાં પત્નીએ ઘણી ફરિયાદો કરી હતી... એક પછી એક વાંચવાની શરૂ કરી જેમાં લખ્યું હતું કે આજે લગ્નના એનિવર્સરી ના દિવસે પણ મને તમે સારી એવી ગિફ્ટ ન આપી. આજે વાત થઈ હતી કે આપણે ક્યાંક બહાર ડિનર કરવા જશો પરંતુ એ પણ વાયદો કરી ને લઈ ન ગયા. આજે મેં ફિલ્મ જોવાની વાત કરી તો મને જવાબ મળ્યો કે હું તો ખૂબ થાકી ગયો છું. આજે મારો ભાઈ આવ્યો હતો, તેની સાથે તમે સરખી રીતે વાત ન કરી. વર્ષો પછી મારા માટે સાડી તો લઇ આવ્યા પરંતુ આ ખૂબ જ જૂના ડિઝાઈન ની સાડી છે. આજે રાતના સોડા પીવા જવાનું હતું, તે અચાનક કેન્સલ કરી નાખ્યું. એવી નાની નાની ઘણી ઘણી ફરિયાદ પત્નીએ પોતાની ડાયરીમાં લખી હતી.

ડાયરી વાંચતા-વાંચતા પતિની આંખમાં આંસુ આવી ગયા, આખી વાંચીને કહ્યું કે મને ખબર જ ન હતી કે હું આટલી બધી ભૂલ કરી રહ્યો છું હવેથી હું ધ્યાન રાખીશ કે આ કોઈપણ ભૂલ ફરીથી ન થાય.

પછી પોતાની ડાયરી પત્નીને આપી, પત્નીએ ડાયરી ખોલી તો જોયું તો પહેલું પેજ કોરું હતું. બીજા પેજ પર ફરિયાદ વાંચવાની આશા સાથે પત્ની ફેરવીને જોયું તો એ પેજમાં પણ કંઈ લખેલું ન હતું. ધીમે ધીમે ત્રીજું પેજ જોયું તો એ પણ એમને એમ હતું, આખી ડાયરી જ એક વખત માં જાણે ફેરવીને જોઇ પરંતુ દરેક પેજ માં એક પણ ફરિયાદ નું નામોનિશાન હતું નહીં.

પત્નીએ કહ્યું કે મને ખબર જ હતી કે તમે આ ડાયરી નહીં ભરો, મેં આટલી મહેનત કરીને આખા વર્ષ દરમિયાન તમારી બધી ભૂલ લખી જેથી તમે તેને સુધારી શકો, પરંતુ તમારાથી આટલું પણ થઇ શક્યો નહીં કે તમે મારી ભૂલ ડાયરીમાં લખી પણ નહીં.

પત્નીએ આવું કહ્યું એટલે પતિએ તેની સામે જોઈને થોડું હસ્યા અને કહ્યું કે મેં બધું છેલ્લા પેજ ઉપર લખી દીધું છે.

આથી પત્નીએ આશ્ચર્ય અને ઉત્સુકતા બંને સાથે ડાયરીનું છેલ્લુ પેજ ખોલ્યું અને એમાં લખ્યું હતું કે, “હું તારા માટે ગમે તેટલી ફરિયાદ કરી લઉં પરંતુ તે જે મારા અને મારા પરિવાર માટે ત્યાગ કર્યો છે જે બલિદાન આપ્યું છે અને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો છે તેની સામે આ ડાયરીમાં લખી શકું એવી કોઈ ભૂલ, કોઈ ફરિયાદ મને તારામાં જણાઈ રહી નથી. આ વાતનો મતલબ એવો નથી કે તારામાં કોઈ ખામી નથી પરંતુ તારો પ્રેમ, તારું સમર્પણ, પરિવાર માટે તારો ત્યાગ આ બધી ખામીઓ થી ઉપર છે. મારી અગણિત ભૂલ થઈ હોવા છતાં મારા જીવનના દરેક ચરણમાં પડછાયો બનીને મારો સાથ નિભાવ્યો છે. હવે મારા જ પડછાયા માં મને કઈ રીતે ખામી નજરે આવે.

આટલું વાંચ્યા પછી પત્ની ના મોઢે જાણે ડૂમો ભરાઈ ગયો, અને હવે રડવાનો વારો પત્નીનો હતો.

પતિના હાથમાંથી પોતાની ડાયરી લઇને બંને ડાયરીઓ નો નાશ કરી દીધો, અને સાથે સાથે પોતાના મનમાં રહેલી શંકા- ખામીઓ નો પણ નાશ કરી દીધો.

આજે ૨૬ વર્ષ પછી જાણે ફરી એક વખત નવ પરિણીત કપલ ની જેમ તેનું લગ્નજીવન મહેકી ઉઠ્યું.

આ સ્ટોરી ઉપરથી આપણને સમજવા મળે છે કે જો કોઈપણ કપલ એકબીજાની ખામીઓ અને ભૂલ શોધ્યા વગર જો વિચારે કે આપણા પાર્ટનર આપણા માટે કેટલો ત્યાગ કર્યો છે, આપણને કેટલો પ્રેમ આપ્યો છે તો કોઈપણ કપલનું જીવન આ કપલની જેમ જ નવપલ્લવિત થઈને મહેંકી ઉઠશે.

આ સ્ટોરી તમને સારી લાગી હોય તો દરેક લોકો સુધી પહોંચાડવા માટે અને દરેક ગ્રુપમાં શેર કરજો, અને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં 1 થી 10 વચ્ચે રેટિંગ કરજો.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team