જો તમે કોઈ ને સાચો પ્રેમ કરતા હોય તો આ સ્ટોરી અચૂક વાંચજો

જેમાં પત્નીએ ઘણી ફરિયાદો કરી હતી… એક પછી એક વાંચવાની શરૂ કરી જેમાં લખ્યું હતું કે આજે લગ્નના એનિવર્સરી ના દિવસે પણ મને તમે સારી એવી ગિફ્ટ ન આપી. આજે વાત થઈ હતી કે આપણે ક્યાંક બહાર ડિનર કરવા જશો પરંતુ એ પણ વાયદો કરી ને લઈ ન ગયા. આજે મેં ફિલ્મ જોવાની વાત કરી તો મને જવાબ મળ્યો કે હું તો ખૂબ થાકી ગયો છું. આજે મારો ભાઈ આવ્યો હતો, તેની સાથે તમે સરખી રીતે વાત ન કરી. વર્ષો પછી મારા માટે સાડી તો લઇ આવ્યા પરંતુ આ ખૂબ જ જૂના ડિઝાઈન ની સાડી છે. આજે રાતના સોડા પીવા જવાનું હતું, તે અચાનક કેન્સલ કરી નાખ્યું. એવી નાની નાની ઘણી ઘણી ફરિયાદ પત્નીએ પોતાની ડાયરીમાં લખી હતી.

ડાયરી વાંચતા-વાંચતા પતિની આંખમાં આંસુ આવી ગયા, આખી વાંચીને કહ્યું કે મને ખબર જ ન હતી કે હું આટલી બધી ભૂલ કરી રહ્યો છું હવેથી હું ધ્યાન રાખીશ કે આ કોઈપણ ભૂલ ફરીથી ન થાય.

પછી પોતાની ડાયરી પત્નીને આપી, પત્નીએ ડાયરી ખોલી તો જોયું તો પહેલું પેજ કોરું હતું. બીજા પેજ પર ફરિયાદ વાંચવાની આશા સાથે પત્ની ફેરવીને જોયું તો એ પેજમાં પણ કંઈ લખેલું ન હતું. ધીમે ધીમે ત્રીજું પેજ જોયું તો એ પણ એમને એમ હતું, આખી ડાયરી જ એક વખત માં જાણે ફેરવીને જોઇ પરંતુ દરેક પેજ માં એક પણ ફરિયાદ નું નામોનિશાન હતું નહીં.

પત્નીએ કહ્યું કે મને ખબર જ હતી કે તમે આ ડાયરી નહીં ભરો, મેં આટલી મહેનત કરીને આખા વર્ષ દરમિયાન તમારી બધી ભૂલ લખી જેથી તમે તેને સુધારી શકો, પરંતુ તમારાથી આટલું પણ થઇ શક્યો નહીં કે તમે મારી ભૂલ ડાયરીમાં લખી પણ નહીં.

પત્નીએ આવું કહ્યું એટલે પતિએ તેની સામે જોઈને થોડું હસ્યા અને કહ્યું કે મેં બધું છેલ્લા પેજ ઉપર લખી દીધું છે.

આથી પત્નીએ આશ્ચર્ય અને ઉત્સુકતા બંને સાથે ડાયરીનું છેલ્લુ પેજ ખોલ્યું અને એમાં લખ્યું હતું કે, “હું તારા માટે ગમે તેટલી ફરિયાદ કરી લઉં પરંતુ તે જે મારા અને મારા પરિવાર માટે ત્યાગ કર્યો છે જે બલિદાન આપ્યું છે અને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો છે તેની સામે આ ડાયરીમાં લખી શકું એવી કોઈ ભૂલ, કોઈ ફરિયાદ મને તારામાં જણાઈ રહી નથી. આ વાતનો મતલબ એવો નથી કે તારામાં કોઈ ખામી નથી પરંતુ તારો પ્રેમ, તારું સમર્પણ, પરિવાર માટે તારો ત્યાગ આ બધી ખામીઓ થી ઉપર છે. મારી અગણિત ભૂલ થઈ હોવા છતાં મારા જીવનના દરેક ચરણમાં પડછાયો બનીને મારો સાથ નિભાવ્યો છે. હવે મારા જ પડછાયા માં મને કઈ રીતે ખામી નજરે આવે.

આટલું વાંચ્યા પછી પત્ની ના મોઢે જાણે ડૂમો ભરાઈ ગયો, અને હવે રડવાનો વારો પત્નીનો હતો.

પતિના હાથમાંથી પોતાની ડાયરી લઇને બંને ડાયરીઓ નો નાશ કરી દીધો, અને સાથે સાથે પોતાના મનમાં રહેલી શંકા- ખામીઓ નો પણ નાશ કરી દીધો.

આજે ૨૬ વર્ષ પછી જાણે ફરી એક વખત નવ પરિણીત કપલ ની જેમ તેનું લગ્નજીવન મહેકી ઉઠ્યું.

આ સ્ટોરી ઉપરથી આપણને સમજવા મળે છે કે જો કોઈપણ કપલ એકબીજાની ખામીઓ અને ભૂલ શોધ્યા વગર જો વિચારે કે આપણા પાર્ટનર આપણા માટે કેટલો ત્યાગ કર્યો છે, આપણને કેટલો પ્રેમ આપ્યો છે તો કોઈપણ કપલનું જીવન આ કપલની જેમ જ નવપલ્લવિત થઈને મહેંકી ઉઠશે.

આ સ્ટોરી તમને સારી લાગી હોય તો દરેક લોકો સુધી પહોંચાડવા માટે અને દરેક ગ્રુપમાં શેર કરજો, અને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં 1 થી 10 વચ્ચે રેટિંગ કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts