ડાઈ વગર સફેદ વાળને કાળા કરવાનો ઘરેલુ ઉપાય, જાણો અને શેર કરજો
જેમાં આયન વધારે હોય એટલે કે ઘઉં, પાલક વગેરેનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ. આ સિવાય કેળા ગાજર વગેરે જેવા આયોડીનયુક્ત વસ્તુઓ પણ લેવી જોઈએ રણ કે તે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને વિટામીન બી 5 અને બી 2 ને પણ પોતાના ડાયટમાં સામેલ કરવું.
બદામનું તેલ, આમળાનો રસ અને લીંબુના રસને મિક્સ કરીને વાળ ના મૂળમાં લગાવવું જોઈએ તેનાથી પણ ફાયદો મળી શકે.
આ સિવાય આદુને ખમણીને મિક્ષ્ચર માં પીસી લો, પછી તેને ગળીને તેનો રસ કાઢી લો. અને આ રસમાં થોડું મધ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવો, પછી એક કલાક પછી વાળને ધોઈ નાખવા જો નિયમિત પણે આ ઉપાય કરવામાં આવે તો નાની ઉમરમાં થયેલા સફેદ વાળ ફરી કાળા થઈ શકે છે.
આ સિવાય લીલા આમળાની પેસ્ટ બનાવીને પણ વાળમાં લગાવી શકાય છે. અથવા તો આમળાના પાવડરમાં લીંબુ નો રસ ભેળવીને પણ લગાવી શકાય.
વાળને હંમેશા ઠંડા અને ચોખ્ખા પાણીથી ધોવા જોઈએ. એક વસ્તુ નો ખાસ ખ્યાલ રાખવો કે સફેદ વાળને જાતે ઉખાડીને કાઢવા ન જોઈએ, ઘણી વખત આપણે એવું કરતાં હોઈએ છીએ પરંતુ આવું કરવાથી વધુ ને વધુ સફેદ વાળ ઉગે છે. આની જગ્યા પર તમે કાતર નો ઉપયોગ કરીને કાપી નાખો અથવા પછી વાળને કાળા કરવાના ઉપાય કરવા જોઈએ પરંતુ મૂળ માંથી કોઈ દિવસ સફેદ વાળને ઉગાડવા જોઈએ નહીં.
આમાંથી કોઈ પણ 1 ઉપાય નિયમિત પણે ડોક્ટરની સલાહ લઈને પછી કરી શકાય છે.