ડાઈ વગર સફેદ વાળને કાળા કરવાનો ઘરેલુ ઉપાય, જાણો અને શેર કરજો

આપણામાંથી ઘણા લોકો ને અકાળે એટલે કે ઘડપણ આવ્યા પહેલા જ અમુક લક્ષણો ઘડપણ જેવા આવી જાય છે એટલે કે વાળ ઘણી વખત સફેદ થઈ જતાં હોય છે. અને આજકાલ આ સમસ્યા લગભગ ઘણા લોકોમાં જોવા મળે છે. જેઓની ઉંમર નાની હોય છતાં પણ તેઓને સફેદ વાળ આવી જતા હોય છે. પરંતુ અમુક ઘરેલુ ઉપાયથી આ વસ્તુનું સોલ્યુશન શક્ય છે.

દરેક લોકોને પોતાના વાળ કાળા હોય તેવું જ પસંદ હોય છે. અને તમને કદાચ એવો પ્રશ્ન થતો હશે કે આખરે આપણા વાળ સફેદ શું કામ થવા લાગે છે. જ્યારે વાળમાં અમુક તત્વોની ખામી થાય છે ત્યારે વાળ પોતાનો રંગ ખોઇ બેસે છે અને સફેદ થઈ જાય છે. જોકે ઘણા લોકો ને આવા વાળ થવા લાગ્યા છે, આથી જો તમને પણ સફેદ વાળ હોય તો સ્ટ્રેસ લેવાની જરૂર નથી. ચાલો જાણીએ તેના થોડા નુસખાઓ વિશે.

સફેદ વાળને કાળા કરવા માટે ઘણા ઘરેલુ ઉપાય ઇન્ટરનેટ પર અવેલેબલ છે. પરંતુ એમાંથી આપણે પસંદ કરવું તે થોડું મુશ્કેલ પડી જાય છે તે કયો ઉપાય કરવો જોઈએ.

સૌપ્રથમ તો સફેદ વાળ કાળા થવાનું એક કારણ અનુવાંશિક પણ હોઈ શકે છે. અને મુખ્ય કારણ પણ આ જ છે. આવા સમયે જો વ્યવસ્થિત ડાયટ પ્લાન અને પ્રાકૃતિક નુસખો અપનાવવામાં આવે તો વાળ કાળા થઈ શકે છે.

આમળાના થોડા ટુકડાઓને નારિયેળ તેલમાં ઉકાળો, તેલ ને એટલું ઉકાળવું કે આમળા નો કલર કાળો થઈ જાય. પછી આ તેલનું રોજ વાળમાં લગાવીને ઉપયોગ કરવો, આનાથી પ્રાકૃતિક રૂપથી સફેદ વાળ ફરીથી કાળા થવા લાગે છે.

થોડા મેથી દાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે દહીમાં મેથી દાણાને પીસીને વાળમાં લગાવવું જોઇએ અને પછી એક કલાક રાખ્યા પછી વાળ ચોખ્ખા પાણીથી ધોઈ નાખો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts