40 સેકન્ડ નો સમય કાઢીને એક વખત જરુર વાંચો!
એક રાજાએ પોતાના રાજ્ય માં ક્રુરતા થી ઘણું બધુ ધન એકઠ્ઠું કરી ને એક રહસ્યમયી રુમ માં છુપાડી દીધુ. અને ખજાના ની એક ચાવી રાજા પાસે અને બીજી ચાવી એના એક મંત્રી પાસે હતી. એક દિવસે રાજા ખજાના ને જોવા નીકળ્યો, અને બરાબર એ જ સમયે મંત્રી ત્યાં થી નીકળ્યો. એને જોયુ કે ખજાનાનો ટ્રંક જ્યાં છે તે દરવાજો ખુલો હતો. એ જોઈને અવાચક થઈ ગયો કે ખજાના નો દરવાજો ખુલ્લો છે. પછી વીચાર્યુ કે ગઈ કાલે રાત્રે જ્યારે મેં ખજાનો જોયો હશે ત્યારે તો દરવાજો ખુલ્લો રહી ગયો હશે… એટલે એને દરવાજો બહાર થી બંધ કરી દીધો.
ખજાના ને નીહાળ્યા પછી જ્યારે દરવાજા પાસે આવ્યા તો દરવાજો બહાર થી બંધ હતો. તેને દરવાજા ને ઠપકારવાનું શરુ કર્યુ, પણ એનો અવાજ સાંભળવા વાળું કોઈ ત્યાં ન હતુ. રાજા નો ભુખ અને પાણી ની તરસ થી હાલ બેહાલ થઈ ગયો. થોડી વાર પછી રાજા બેહોશ થઈ ગયા.