પુરુષ ને આ 4 ખરાબ આદતો ને સુધારવાની જરૂર છે, નંબર 2 છે ખાસ જરૂરી

આજકાલના આપણા જીવનમાં ઘણા લોકોને બીમારીઓ થતી રહે છે. અને ઘણા લોકો માંદા પડી જાય છે. પરંતુ જો અમુક વખત રોગ આવ્યા પહેલા જ તમે અમુક સારી આદતો પાડોતો રોગ આવતો નથી. રોગને આવતા અટકાવી શકાય છે. આજે આપણે એવી આદતો વિશે વાત કરવાના છીએ જે આદતો પુરુષ જીવનમાં ઉતારી લે તો રોગ થતા પહેલા બચી શકાય છે.

આમ તો આપણા જીવનમાં ઘણી ખરાબ આદતો છે જેને આપણે સુધારવાની કોશિશ કરવી જોઈએ પરંતુ મુખ્યત્વે વાત કરીએ તો આ 4 આદતો ને બદલવાની જરૂર છે. ચાલો જાણીએ એ આદતો વિશે...

આ લેખ પહેલા પણ આપણે પાણી પીવાનું મહત્વ વિશે સમજાવી ચૂક્યા છીએ. પરંતુ આજે ફરીથી જણાવી દઈએ કે સામાન્ય માનવીએ દરરોજ 8થી 10 ગ્લાસ જેટલા પાણીનું સેવન કરવું જોઈએ. પરંતુ આજકાલની આપણી જિંદગીની વાત કરીએ તો આપણે ઘણું ઓછું પાણી પીતા હોઈએ છીએ. જેનાથી રોગ આવવાની શક્યતા રહે છે. આથી આખા દિવસમાં જરૂરી માત્રામાં પાણી અવશ્ય પીવું જોઈએ.

આપણા અસ્તવ્યસ્ત જીવનના કારણે આપણે ઘણી વખત રાત્રે મોડે સુધી સુતા નથી હોતા. તો ક્યારેક સવારે પણ વધારે પડતું સુઈ જઈએ છીએ. જ્યારે શરીરને આરામની જરૂર હોય ત્યારે આપણે તેને કામમાં વ્યસ્ત રાખીએ છીએ. પરંતુ જો તમને પણ આવી ટેવ હોય તો તરત જ સાવધાન થઈ જાઓ, અને સમયસર નિંદ્રા કરવી જરૂરી છે તે વાત નુ અનુસરણ કરવા લાગો.

ઘણા લોકો કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ સમયસર જમી શકતા નથી. અને જ્યારે જમવા બેસે ત્યારે જમવાનો સમય યોગ્ય હોતો નથી. પરંતુ જણાવી દઈએ કે સમયસર ખોરાક ન લઈએ તો શરીર પર ખરાબ અસર પડી શકે છે, આપણા શરીરની કાર્યપ્રણાલી બગડી શકે છે અને પાચન તંત્રમાં પણ અસર થઈ શકે છે. આથી કાયમ સમયસર ખોરાક લેવો તે માનવ ના હિતમાં છે.

આપણામાંથી ઘણા લોકો સમયસર કસરત કરતા હોય છે, જ્યારે ઘણા લોકોને કસરત કરવાનો સમય રહેતો નથી. અથવા તો તેઓ કસરત કરતા નથી. પરંતુ શરીરને મજબૂત અને સક્રિય રાખવા માટે કસરત એટલી જ જરૂરી છે. આથી જો દરરોજ સવારે અડધો કલાક જેટલી કસરત કરવામાં આવે તો શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જરૂરી નથી કે તમે જિમમાં જઈને જ કસરત કરો, ઘરેથી પણ કસરત કરી શકાય છે.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team