પુરુષ ને આ 4 ખરાબ આદતો ને સુધારવાની જરૂર છે, નંબર 2 છે ખાસ જરૂરી
2. આપણા અસ્તવ્યસ્ત જીવનના કારણે આપણે ઘણી વખત રાત્રે મોડે સુધી સુતા નથી હોતા. તો ક્યારેક સવારે પણ વધારે પડતું સુઈ જઈએ છીએ. જ્યારે શરીરને આરામની જરૂર હોય ત્યારે આપણે તેને કામમાં વ્યસ્ત રાખીએ છીએ. પરંતુ જો તમને પણ આવી ટેવ હોય તો તરત જ સાવધાન થઈ જાઓ, અને સમયસર નિંદ્રા કરવી જરૂરી છે તે વાત નુ અનુસરણ કરવા લાગો.
3. ઘણા લોકો કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ સમયસર જમી શકતા નથી. અને જ્યારે જમવા બેસે ત્યારે જમવાનો સમય યોગ્ય હોતો નથી. પરંતુ જણાવી દઈએ કે સમયસર ખોરાક ન લઈએ તો શરીર પર ખરાબ અસર પડી શકે છે, આપણા શરીરની કાર્યપ્રણાલી બગડી શકે છે અને પાચન તંત્રમાં પણ અસર થઈ શકે છે. આથી કાયમ સમયસર ખોરાક લેવો તે માનવ ના હિતમાં છે.
4. આપણામાંથી ઘણા લોકો સમયસર કસરત કરતા હોય છે, જ્યારે ઘણા લોકોને કસરત કરવાનો સમય રહેતો નથી. અથવા તો તેઓ કસરત કરતા નથી. પરંતુ શરીરને મજબૂત અને સક્રિય રાખવા માટે કસરત એટલી જ જરૂરી છે. આથી જો દરરોજ સવારે અડધો કલાક જેટલી કસરત કરવામાં આવે તો શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જરૂરી નથી કે તમે જિમમાં જઈને જ કસરત કરો, ઘરેથી પણ કસરત કરી શકાય છે.