ખરાબ મનાતી આ ચાર ટેવ ના હકીકતમાં છે ખૂબ ફાયદા
ઘણા લોકો ને ઉપનામ તરીકે વાતોડિયા કહેવામાં આવે છે. કારણ કે આવા લોકો ખૂબ જ વાતો કરતા રહેતા હોય છે, અને આપણને પણ ઘણી વખત કહેવામાં આવે છે કે ન બોલવામાં નવ ગુણ એટલે કે ખૂબ જ વાતો કરવી તે સારી ટેવ નથી. પરંતુ આ ટેવ પણ ફાયદાકારક બની થઈ શકે છે, કારણ કે આનાથી બીજા લોકોની વાતો સાંભળવા થી મગજની એકાગ્રતા વધે છે, અને નવું જાણવા મળે છે તેમજ આવું નવું જાણવાની લાલસા મગજ તેજ કરવામાં કામ કરે છે, અને બીજા સાથે વાત કરવાથી આપણું મન ચિંતામુક્ત થઈ જાય છે.
આજકાલના લોકો કોઈ પણ છોકરાને જુઓ તો તે મોબાઈલ અને ટીવી સાથે એટલા બધા વ્યસન મા પડી ચુક્યા છે કે તેનાથી કોઈપણ વસ્તુ દૂર લેવામાં આવે તો તરત જ તેઓનો મૂડ ઓફ થઈ જાય છે. અને આ પણ એક ખરાબ ટેવ જ માનીએ છીએ, પરંતુ અમુક નિર્ધારિત સમય સુધી મોબાઈલ કરવાથી મગજની એક્સરસાઇઝ થાય છે. જેનાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.
tip of the day: જો તમે મોબાઈલ વાપરતા હોય અને સ્ટ્રેસમાં હોવ ત્યારે આ ટ્રિક અપનાવજો, ગુગલ પર ઘણા મેડીટેશન મ્યુઝિક મળે છે, જે સાંભળવાથી કહેવાય છે કે મગજને આરામ મળે છે.