કામવાળી ને એટલા પૈસા આપવાની શું જરૂર છે? સમાજના દરેક વર્ગે આ સ્ટોરી અચૂક વાંચવી

પત્નીએ કહ્યું આજે ધોવા માટે વધારે કપડા ન કાઢશો.

પતિએ કહ્યું કેમ?

તેને કહ્યું આપણી કામવાળી બે દિવસ નથી આવવાની.

પતિએ કહ્યું કેમ?

પત્નીએ કહ્યું ગણપતિ માટે પોતાની દીકરીને અને તેના છોકરાઓ ને મળવા ત્યાં જઈ રહી છે એવું કહ્યું હતું.

પતિ એ કહ્યું કે ઠીક છે, હું વધારે કપડા ધોવામાં નહીં કાઢું.

“અને હા, 500 રૂપિયા આપી દઉં તેને તહેવારના બોનસ પેઠે?” પત્નીએ પૂછ્યું

પતિએ કહ્યું કેમ? હમણાં દિવાળી આવી રહી છે ત્યારે દઈ દેજે.

પત્નીએ કહ્યું કે નહીં, બિચારી ગરીબ છે દીકરી અને તેના બાળકો માટે ત્યાં જઈ રહી છે તો તેને પણ સારું લાગશે, અને આવી મોંઘવારીના સમયમાં તે માત્ર પગારથી કેવીરીતના તહેવાર મનાવે…

પતિ કહે છે તું પણ છે ને, જરૂરતથી વધારે લાગણીશીલ બની જાય છે…

પત્નીએ કહ્યું કે અરે નહીં, એવું નથી ચિંતા ના કરો... હું આજ નો પીઝા ખાવા નો કાર્યક્રમ રદ કરું છું, સાવ ખોટા 500 રૂપિયા ઊડી જશે એ પણ ખાલી પીઝાના આઠ ટુકડા પાછળ…

પતિએ કહ્યું વાહ વાહ અમારા મોઢામાંથી પીઝા છીનવીને કામવાળી ની થાળીમાં?

પત્ની એ ખાલી મોઢું હલાવીને જવાબ આપી દીધો…

પત્નીએ કામવાળી ને પૈસા પણ આપી દીધા અને, ત્રણ દિવસ પછી જ્યારે કામવાળી બાઈ પાછી ફરી ત્યારે જેવી કામે આવી કે પતિ એ તેને પૂછ્યું…

શું થયું, કેવી રહી રજાઓ?

કામવાળી બાઈ એ કહ્યું ખૂબ જ સારી રહી સાહેબ, દીદી એ પાંચસો રૂપિયા આપ્યા હતા ને સવારના બોનસ પેઠે…

પતિએ પૂછ્યું તો શું થયું જઈ આવી દીકરી પાસે? તારા પૌત્રને મળી આવી?

કામવાળી બાઈ એ કહ્યું હા સાહેબ, ખૂબ જ મજા આવી. બે દિવસમાં 500 રૂપિયા ખર્ચ કરી નાખ્યા…

પતિ કહે અચ્છા, સારુ શું કર્યું 500 રૂપિયાનું?

કામવાળી બાઈ જવાબ આપતા કહ્યું કે પૌત્ર માટે 150 રૂપિયાનું શર્ટ, 40 રૂપિયાની ઢીંગલી લીધી, દીકરી માટે 50 રૂપિયા ના પેડા ખરીદ્યા, 50 રૂપિયાનો મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો, 60 રૂપિયા આવવા જવાનું ભાડું થઈ ગયું, 25 રૂપિયાની બંગડીઓ દીકરી માટે અને જમાઈ માટે 50 રૂપિયાનો સારો બેલ્ટ ખરીદો, બચેલા 75 રૂપિયા દીકરી ની દીકરી ને પેન્સિલ સ્ટેશનરી વગેરે ખરીદવા માટે આપી દીધા…

કામ કરી રહેલી કામવાળી ની જીભ ઉપર છેલ્લા ત્રણ દિવસ નો આખો હિસાબ જાણે મોઢે યાદ હોય તેવું લાગી રહ્યું હતું.

પતિ એ પૂછ્યું- 500 રૂપિયામાં આટલું બધું?

તે આશ્ચર્ય ચકિત થઈને મનોમન વિચાર કરવા લાગ્યો અને તેની આંખો સામે પેલો આઠ ટુકડા નો બીજો જાણે સાક્ષાત દેખાવા લાગ્યો... એટલું જ નહીં દરેક ટુકડો તેના મગજમાં હથોડો મારવા લાગ્યો... પોતાના એકબીજાના ખર્ચની તુલના તે કામવાળીના બાઈના તહેવારના ખર્ચ સાથે કરવા લાગ્યો... પહેલા ટુકડામાં આ, બીજા ટુકડા માના એમ કરી કરીને આઠમા ટુકડામાં દીકરીના દીકરી માટે સ્ટેશનરી નો ખર્ચો વગેરે વગેરે…

આજ સુધી તેને પિઝાની એક જ બાજુ જોઈ હતી, પરંતુ પાછળથી કેવો બીજો દેખાય છે તે ક્યારે પલટાવીને જોયું ન હતું.

આજે જાણે એવું લાગી રહ્યું હતું કે કામવાળી બાઈ અને તેને પીઝા ની બીજી બાજુ દેખાડી દીધી હતી, અને આ પીઝાના આઠ ટુકડા જાણે તેને જીવનનો અર્થ સમજાવી ગયા હતા…

જીવન માટે ખર્ચ કે ખર્ચ માટે જીવન એનો આખો તદ્દન નવીન અર્થ તેને સમજમાં આવી ગયો હતો…

જો તમને પણ આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો સુધી શેર કરજો.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team