આ ચીજવસ્તુઓનું સેવન કરવાથી ક્યારેય નથી થતું ખરાબ લીવર
આ સિવાય લિવરને સ્વસ્થ રાખવા માટે પાણી અને મધ પણ ઘણા ફાયદાકારક છે.પાણીમાં મધ ભેળવીને નવશેકુ ગરમ કરીને સવારે ખાલી પેટ આનુ સેવન કરવાથી ઘણા ફાયદા પહોંચે છે સાથે સાથે આખા દિવસ માટે શરીરમાં ઉર્જા બની રહે છે. જેથી તમે ફ્રેશ ફીલ કરો છો
હળદરમાં પણ એવા ગુણ મળી આવે છે જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવા માટે અને લિવરને સ્વસ્થ રાખવા માટે ખૂબ ઉપયોગી છે.રાત્રિના સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર ભેળવીને પી જાઓ આનાથી શરીરમાં ઘણા ફાયદાઓ મળે છે
લીવરને સ્વસ્થ રાખવા માટે જેટલું જરૂરી બીજુ બધુ છે તેટલું જ ખાવા-પીવાનું પણ જરૂરી છે એટલે કે જો લીલી સબ્જી લીલા શાકભાજી નો સેવન કરવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે લીલા શાકભાજીનું સેવન શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેમાં રહેલા તત્વો શરીરમાંથી ટોક્સિન બહાર કરવામાં મદદગાર સાબિત થાય છે. આના માટે લીલા શાકભાજી ને રાંધીને અથવા તો તેનું જ્યૂસ પીને સેવન કરી શકાય છે.