માં એટલે શું? ત્રણ-ચાર મિનિટનો સમય કાઢીને એક વખત અચૂક વાંચજો

રાતના જ સવારના શાક ની તૈયારી થઈ ગઈ, ત્યાં યાદ આવ્યું કે જમવા પછી જે દવા લેવાની હતી એ દવા તો પોતે લેવાનું જ ભુલી ગઈ છે. એક વિચાર એવો પણ આવ્યો કે હશે કાલે લઈ લઈશ, પરંતુ ઉંમરના કારણે દવા લેવી પણ જરૂરી હતી આથી દવાની પેટીમાંથી દવા કાઢીને દવા લઈ લીધી.

ત્યાર પછી ઘડિયાળ બાજુ નજર પડી, જોયું તો રાતના 12:30 થઈ ચૂક્યા હતા. પછી તે પણ સુવા ચાલી ગઈ. એવામાં બાપુજી નું ધ્યાન ગયું, એક અડધી નીંદર લઈ ચૂકેલા બાપુજીએ તરત પૂછ્યું આવી ગઈ? હા આજે તો બીજું કંઈ ખાસ કામ હતું જ નહીં. માં એ જવાબ આપ્યો.

અને પોતે સુઈ ગઈ, શરીરમાં કેટલો થાક છે. ઊંઘ આવતી હશે કે નહીં એ તો ખબર નહીં પરંતુ ગમે એટલા થાક સાથે સૂવા ગયા પછી સવારે જ્યારે જાગે ત્યારે તે બિલકુલ ફ્રેશ થઈ જાય છે, જાણે તેને થાક લાગી જ ન રહ્યો હોય તેવું લાગે કારણ કે તે તો માં છે.

સવારનો અલાર્મ પણ પછી વાગે તે પહેલા તો માં ઊંઘમાંથી જાગી ગઈ હોય, પછી ઘરના દરેક માટે ગરમ પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં લાગી જતી, અને ક્યારેય યાદ નથી કે શિયાળામાં પણ તે પોતે ગરમ પાણીથી નાહવા ગયા હોય.

છાપુ વાંચવાનો તો જરા પણ ટેવ નથી, પરંતુ બહાર દરવાજે પડેલું છાપું કાયમ સવારે ઉઠાવીને લઈ આવે છે. ચા પોતે તો પીતા નથી, પરંતુ બનાવીને જરૂર આપે છે.

ક્યારેક આપણને વિચાર આવે છે કે માં એ હકીકતમાં એક એવો વિષય છે જેના ઉપર કહીએ તેટલું ઓછું છે, જેના વખાણ કરીએ તેટલાં ઓછાં છે. અને હા જો તમે પણ આ સ્ટોરી વાંચતા વાંચતા લાગણીશીલ થઈ ગયા હોય તો એટલું જરૂર કહેવા માંગીએ છીએ કે કંઈ નહીં તો બસ એક વખત દરરોજ માતા-પિતાને જાદુની ઝપ્પી જરૂરથી આપવી જોઈએ, કારણ કે આપણા જીવનમાં આપણે અત્યારે જે પણ કાંઈ છે તેમાં સૌથી મોટો ફાળો આપણા માતા-પિતાનો જ આવે છે.

જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો શેર જરૂરથી કરજો. અને આ સ્ટોરી ને 1 થી 5 ની વચ્ચે કોમેન્ટમાં રેટિંગ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts