કેમ મહિલાઓ થાય છે થાઇરોઇડનો વધુ શિકાર? આ છે મુખ્ય કારણો
આપણી બદલતી લાઇફ સ્ટાઇલ અને જેમ જેમ જિંદગી મોર્ડન થતી જાય છે તેમ તેમ આપણા જીવનમાં સમસ્યાઓ અને બીમારીઓ પણ વધુ સ્થાન લેતી જઈ રહી છે. એવી જ એક સમસ્યા ની વાત કરીએ તો તે થાઇરોઇડ છે. અને ખાસ કરીને આ સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે. થાઇરોઇડ એક એવી બીમારી છે જે મહિલાઓમાં વધતી ઉંમરની સાથે સાથે જોવા મળે છે. થાઇરોઇડ ગ્લેંડમાં હોર્મોન્સનું સંતુલન બગડવાને કારણે આ સમસ્યા ઉદ્ભવે છે. પરંતુ આને ઉદભવતા રોકી શકાય છે, કઈ રીતથી તે આજના લેખમાં જાણીશુ.
મહિલાઓમાં અમુક કારણો કે ટેવ હોવાથી તેને thyroid થઈ શકે છે, પરંતુ આને થતું અટકાવી પણ શકાય છે. ચાલો જાણીએ શું હોય છે થાઈરોઈડ થવાના કારણો, થાઈરોઈડ થવાના ઘણા કારણો હોઈ શકે છે પણ આપણે આજે મુખ્ય કારણો વિશે જણાવવાના છીએ…
કોઈપણ દવા લેતી વખતે ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે ઘણી વખત દવાની સાઈડ ઇફેક્ટ ના પરિણામે પણ મહિલાઓમાં આ સમસ્યા જોવા મળી શકે છે. આથી કોઈપણ દવા જાતે નક્કી કરીને લેવાની બદલે ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ વધવું જોઈએ.
વર્કિંગ વુમન હોય કે હાઉસવાઇફ પરંતુ દરેક મહિલાઓને નાની નાની વાતમાં વધુ ટેન્શન અને સ્ટ્રેસ લેવાની આદત હોય છે. જેનાથી થાઈરોઈડ ગ્રંથિ પર ખરાબ અસર પડે છે અને હોર્મોન અસંતુલિત થઈ જાય છે, જે આગળ વધીને તમારા થાઇરોઇડનું કારણ બની શકે છે.
આ સિવાય મહિલાઓમાં થાઇરોઇડ આનુવંશિક પણ છે. એટલે કે જો પરિવારના કોઈ સદસ્ય માં થાઈરોઈડ હોય તો આ બીમારી બીજા સદસ્યોને પણ થઈ શકે છે, જેની ચપેટમાં સૌથી વધુ મહિલાઓ જ આવે છે. આથી આ પણ એક કારણ હોઇ શકે છે.