વૈજ્ઞાનિકો ની પણ સમજ બહાર છે ભારતનું આ રહસ્યમયી શિવ મંદિર
ભારત અત્યંત રહસ્યમય દેશ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણકે એવી ઘણી વસ્તુઓ તેમજ જગ્યાઓ છે જે ના રહસ્યો આજ સુધી એટલા ઊંડા છે કે હજી સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. એવી જ રીતનું ભારતનું એક રહસ્યની વાત કરીએ તો ભારતમાં એક એવું શિવ મંદિર છે. જેના રહસ્યો વૈજ્ઞાનિકોની પણ સમજની બહાર છે. અને આપણી સંસ્કૃતિની વાત કરીએ તો આ મંદિર સાબિત કરે છે કે આપણી સંસ્કૃતિ અને વિજ્ઞાન કેટલું આગળ હતું.
ઘણા મંદિરો એવા છે જેના નિર્માણની વાત કરીએ તો લોકો સમજી જ નથી શકતા કે આનું નિર્માણ કઈ રીતે થયું હોઈ શકે, આ સિવાય વૈજ્ઞાનિકો પણ આ સમજવામાં થાપ ખાઈ જતા હોય છે. એવું જ એક મંદિર છે જે તમિલનાડુમાં આવેલું છે.
જી હા, આપણે વાત કરી રહ્યા છીએ એક એવા શિવ મંદિરની જેને લગભગ એક હજાર વર્ષ પહેલાં બનાવાયું હતું. પરંતુ આજે આના જેવું એક પણ મંદિર બનાવી શકાયું નથી. બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુના તંજાવુર માં આવેલું છે. આ મંદિરની નિર્માણ કુશળતાને મોટા મોટા આર્કિટેક્ચરો ને પણ ચોકાવી દીધા છે. માનવામાં આવે છે કે આ મંદિર દસમી સદીમાં બનાવાયું હતું.
આ મંદિરનું નિર્માણ રાજા ચોલા એ કરાવડાવ્યું હતું. આ મંદિરની ઊંચાઈ લગભગ 60 મીટર જેટલી છે આ મંદિરને દુનિયાનું સૌથી ઊંચું મંદિર પણ કહેવાય છે.
આ મંદિરની સૌથી ચોકાવનારી વાત એ છે કે આ મંદિરને ગ્રેફાઇટના પથ્થરો કાપી કાપીને બનાવાયું છે. અને આ પથ્થરો ખૂબ સખત હોય છે. અને આજુબાજુની વાત કરીએ તો લગભગ ૬૦ કિલોમીટર સુધીમાં એવા કોઈપણ પર્વતો નથી જેમાંથી આ પથ્થરો મળી શકે.
આ સિવાય આ મંદિર નું સૌથી મોટું રહસ્ય તો એ છે કે આ મંદિરની ઉપર એક પથ્થર રાખેલો છે જેનું વજન ૮૦ હજાર કિલો છે. અને આને કુંબમ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો આજે પણ એ વાતને લઈને માથું ખંજવાળી રહ્યા છે કે આટલો મોટો ભારી પથ્થર આજની ટેકનોલોજી ન હોવા છતાં આટલા મીટર ઊંચે કઈ રીતે પહોંચાડવામાં આવ્યો હતો.
જોકે એક નવી થિયરી અનુસાર એવું પણ કહેવાય છે કે જો આને માટીના રેમ્પ પર બનાવીને જળવાયો હોય તોપણ આ રેમ્પ ની લંબાઈ છ કિલોમીટર હોવી જોઈએ. ત્યારે જઈને આ પથ્થર મંદિરની ચોટી પર પહોંચી શકે.