વૈજ્ઞાનિકો ની પણ સમજ બહાર છે ભારતનું આ રહસ્યમયી શિવ મંદિર
અહીં જ રહસ્ય નો અંત નથી થતો પરંતુ આ મંદિરમાં નિર્માણ માટે કોઈપણ એવા તત્વો નો ઉપયોગ નથી કર્યો જે મિશ્રણ માટે કરાય છે. જેમકે આ મંદિરમાં સિમેન્ટ અથવા બીજા કોઈ એવા તત્વો નો ઉપયોગ નથી કરાયો જે એકબીજા પથ્થરને જોડી શકે. પરંતુ આ પથ્થરના ટુકડાઓને એવી રીતે કાપવામાં આવ્યા છે કે તેઓ એકબીજા સાથે ફીટ રહી શકે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં કોઈ પણ જાતનો મૂળ નથી એટલે કે મંદિરને નીચે ખોદીને બનાવાયું નથી. અને સપાટ મેદાન પર બનાવાયું છે. અને પાછલા હજાર વર્ષોની વાત કરીએ તો લગભગ લગભગ આઠ એવા મોટા ભૂકંપ આવી ચૂક્યા છે જે આ મંદિરને એક ટકો પણ અસર કરી શક્યા નથી.
આજે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ આટલા આગળ છીએ છતાં પશ્ચિમી દેશોમાં બનેલી ઘણી ઈમારતો સો એક વર્ષમાં જ આડી થવા લાગી છે. ઉદાહરણ તરીકે પિઝા માં રહેલી ત્રાસી ટાવર કહીએ કે ઇંગ્લેન્ડનો બિગ બેન ટાવર.
આ શિવ મંદિર આજે પણ અડીખમ ઉભું છે, અને તે પણ એકદમ સીધું. હજાર વર્ષો પહેલા બનેલું આ મંદિર સબુત છે કે ભારત નું વિજ્ઞાન ત્યારે પણ કેટલું આગલ હતુ.
એવું મનાય છે કે ભારત ના પ્રાચીન વિજ્ઞાન ને ભારત માંથી લુંટવામાં આવ્યુ હતુ અને આજે બીજા દેશો દ્વારા અપનાવા મંડાયુ છે. ભલે તમને તેમ હોય કે પશ્ચિમી દેશો નું વિજ્ઞાન આપણા કરતા વધુ વિક્સીત છે પરંતુ આ મંદિર આ વાત નું સબુત છે કે આપણું પ્રાચીન વિજ્ઞાન અતિ વિક્સીત હતુ.
આવી પોસ્ટ દરરોજ મેળવવા માટે ઉપર રહેલું લાઈક બટન ક્લિક કરી નાખો જેથી તમને આવી પોસ્ટ રોજ મળતી રહે.
Cover Image Source: Wikipedia, credits given in caption.