આજે આપણે બીગ બોસ વિશે વાત કરવાના છીએ. પરંતુ બીગ બોસ સિઝન વિશે નહિ પરંતુ તેની કન્ટેસ્ટન્ટ નેહા પેંડસે વિશે. જણાવી દઈએ કે નેહા એક ટીવી અભિનેત્રી છે. અને ખાસ કરીને ‘મે આઈ કમ ઈન મેડમ’ નામના શો પછી તેના અભિનયના લોકો દીવાના બની ગયા હતા. પરંતુ આજે જેવી નેહા દેખાય છે તેવી તે પહેલા હતી નહિ, તેનું શરીર પહેલા જાડુ હતું.
જણાવી દઈએ કે નેહાને તેનું વજન ના કારણે નોકરી પર જોખમ હતું, એટલે કે તેને વજન ઉતાર્યું તેના વિશે તેની નોકરી જોડાયેલી છે. ચાલો જાણીએ શું કારણ હતું કે તેને વજન ઉતાર્યું.

જોકે એવું પણ કહેવાય છે કે તેને વજન ઉતાર્યું એનું એક કારણ હતું કે તેને ટીવી શોમાં કામ કરતી વખતે તેના વધુ વજનને કારણે રિપ્લેસ કરવા માટે અલ્ટિમેટમ અપાયું હતું. અને એમાં કહેવાયું હતું કે વજન નહીં ઘટાડે તો શો ની બહાર જવું પડશે. અને એ જ કારણથી ડરી ને કહો કે મોટીવેટ થઈને પરંતુ નેહા એ પોતાની ફિટનેસ તરફ પૂરતું ધ્યાન આપીને વજન ઘટાડ્યું.

નેહા એ કઈ રીતે વજન ઘટાડયું તેના વિશે ઘણા લોકો ની અલગ અલગ પ્રકારની ધારણા હતી કે તેને વજન ક્યાં તરીકાઓ થી ઘટાડ્યું હશે. પરંતુ એને ઘણી વખત ઇન્સ્ટાગ્રામમાં પણ તેની પોસ્ટ શેર કરતા સંકેત આપ્યો હતો કે તેને વજન કઈ રીતે ઘટાડ્યું હશે.