પતિ નું એક્સિડન્ટ થયું તેમાં તેની બંને આંખો જતી રહી, પરંતુ વર્ષો પછી એવી ખબર પડી કે તે એકસીડન્ટ…

મયંક કોલેજમાં હતો ત્યારથી જ તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો, છોકરી ખૂબ જ સુંદર હતી. જોકે મયંક પણ પહેલેથી જ સ્ટાઇલિશ પર્સનાલિટી ધરાવતો હતો એટલે એમ કહીએ કે બંનેની એકદમ સરસ જોડી હતી તો પણ ચાલે.

કોલેજમાં બંને સાથે જ અભ્યાસ કરતા હતા પહેલા જ વર્ષના અંત સુધીમાં બંને એકબીજાના પ્રેમમાં હતા, અને કોલેજના ચાર વર્ષ પૂરા થઈ ગયા પછી તે બંને નક્કી કર્યું કે તે પોતાના પરિવારને વાત કરીને ભવિષ્યમાં લગ્નનો નિર્ણય કરશે. બંનેના પરિવારજનો એકબીજા સાથે મળ્યા અને લગ્નનું નક્કી થયું.

બંનેના લગ્ન કોલેજ પુરા થયાના એક વર્ષમાં થઈ ગયા, મયંક પહેલેથી જ ભૂમિને ખૂબ જ પ્રેમ કરતો હતો એટલે તે બન્નેનું લગ્નજીવન પણ એકદમ સુખેથી વીતવા લાગ્યું.

એક દિવસ અચાનક જ ભૂમિ એ મયંક ને ફરિયાદ કરી કે તેને થોડા દિવસથી પોતાની શરીરની ચામડીમાં કશું થઈ રહ્યું છે જે નિષ્ણાતને બતાવવાની જરૂર છે. ડોક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે ભૂમિને ગંભીર ચામડીનો રોગ થયો હતો.

ડોક્ટરે તપાસીને અમુક રિપોર્ટ પણ કરાવ્યા અને થોડા સમય પછી ખબર પડી કે ભૂમિ ને એક અસાધ્ય એવો ચામડીનો રોગ થયો છે જેનો કોઈ ઇલાજ નથી અને ધીમે ધીમે એ સુંદર ભૂમિ ની સુંદરતા તેના શરીરમાંથી જવા લાગી. તે ખૂબ જ સુંદર હતી અને તેની સુંદરતા દિવસેને દિવસે ઓછી થતી જતી હતી એટલે ભૂમિને મનમાં એવો ડર લાગતો કે જો હું ખરાબ દેખાવા લાગુ તો મયંક મને છોડીને જતો તો નહીં રહે ને? અમારા સંબંધમાં તિરાડ તો નહીં પડી જાયને?

એવામાં અચાનક જ એક દિવસ ઓફિસેથી ઘરે પાછા ફરતી વખતે મયંક નો ફોન આવ્યો તે હંમેશા ઓફિસેથી નીકળતી વખતે ફોન કરતો. અને થોડા સમય પહેલાં જ ફોન આવ્યો હતો ત્યાર પછી થોડો સમય વીતી ગયો પરંતુ મયંક ઘરે ન આવ્યો.

ભૂમિ થોડી ચિંતામાં હતી એવામાં જ તેના ફોનની રીંગ રણકી. જોયું તો તેના પતિ મયંક નો ફોન હતો ફોન ઉપાડ્યો ત્યારે કોઈ અજાણ્યો માણસ બોલતું હતું અને કહ્યું કે તમે આ હોસ્પિટલમાં આવી જાઓ તમારા પતિ નું એક્સિડન્ટ થયું છે. અને આ ગંભીર એક્સિડન્ટમાં તેની બંને આંખો મા ઇજા થઇ છે.

ભૂમિ અને તેના સાસુ-સસરા તાબડતોડ હોસ્પિટલે પહોંચી ગયા, મયંક ને એક્સિડન્ટમાં બીજે ક્યાંય વધારે પડતી ચોટ નથી પરંતુ તેની બંને આંખો ચાલી જાય છે, પછી તેનું જીવન પહેલા જેવું રહેવાનું નહોતું. તેની બંને આંખો ચાલ્યા ગયા પછી તેની નોકરી પણ છૂટી ગઈ.

પછી તે તેના પિતા સાથે ઘરના ધંધામાં જોડાઇ ગયો અને તેની સાથે જ પિતાના ઓફિસે પણ જવા લાગ્યો, અહીં ધીમે ધીમે ભૂમિ ને થયેલો ચામડીનો રોગ વધતો હતો પરંતુ મયંક ની આંખો ભૂમિ ને શું કોઈને પણ જોઈ શકતી નહોતી.

આટલું મોટું ભયાનક એકસીડન્ટ થયું હોવા છતાં ભૂમિ પહેલાં જેવો જ મયંક ને પ્રેમ કરતી અને મયંક પણ તેને ખૂબ જ પ્રેમ કરતો. અને બંનેનું જીવન પહેલા જેવું જ પ્રેમાળ હતું. વર્ષો સુધી તેઓ જાણે નવયુગલ હોય એ રીતેજ સાથે રહેતા અને ખુબ જ સુખી હતા.

વર્ષો પછી મયંક ની પત્ની ભૂમિ નું મૃત્યુ થઈ ગયું, પ્રેમાળ પત્ની ના મૃત્યુ પામવા ને કારણે મયંક ખુબ જ ઉદાસ રહેવા લાગ્યો અને તેને ખૂબ જ દુઃખ પહોંચ્યું. તે શહેરમાં રહેતા હોય તો માત્ર ભૂમિને કારણે જ રહેતો હતો, હવે તે શહેરમાં રહેવા લાયક કારણ તેને કશું દેખાયું નહીં એટલે તે પોતે ત્યાંથી બીજે રહેવા જતો હતો.

એવામાં મયંકના મિત્રને આ વાતની ખબર પડી એટલે તેને પૂછ્યું કે ભાઈ તું બીજે રહેવા જઈશ તો તારી આંખોમાં પણ આવું છે તો કઈ રીતે રહી શકીશ તારે કોઈક સહારાની તો જરૂર પડશે ને, ત્યારે મયંકે તેને જવાબ આપતા કહ્યું હું હકીકતમાં આંધળો નથી થયો પરંતુ હું આવો અભિનય કરી રહ્યો હતો કારણકે મેં તેને જ્યારથી ચામડીનો રોગ થયો ત્યારથી ખૂબ જ સ્ટ્રેસ માં જોઈ હતી અને જો તેને ખબર પડી જાય તો તે હંમેશા તેની ચામડી ની બીમારી ને લઈને ખૂબ જ દુઃખી રહ્યા કરત. પરંતુ હકીકતમાં હું તેને તેની સુંદરતા માટે નહીં પરંતુ તેના પ્રેમાળ સ્વભાવ ને કારણે તેને પ્રેમ કરતો હતો, અને એટલા માટે જ મેં આ મોટો અભિનય કર્યો હતો.

હું માત્ર એને ખુશ રાખવા માંગતો હતો. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને સાચો પ્રેમ કરો છો ત્યારે તમે તે વ્યક્તિને ખુશ રાખવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર થઈ જાઓ છો કારણકે તમારો પ્રેમ જ એટલો વિશેષ હોય છે. તેનો મિત્ર આ વાત સાંભળીને અવાચક રહી ગયો એવામાં મયંકે પોતાની વાત આગળ વધારતાં કહ્યું અરે દોસ્ત્ આપણે ક્યારેક આંધળા થઈને કામ કરીએ અને ખુશ રહેવા માટે તો એકબીજાની ખામીઓને નજરઅંદાજ કરતા રહીએ તો ભલે શરીરની સુંદરતા સમય સાથે ફિક્કી પડી જશે પરંતુ દિલ હંમેશા ચમકતા રહેશે તેમજ તમારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં રેટીંગ પણ આપજો.

first published on justgujjuthings.com

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team